અમદાવાદ : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 07:30 કલાકે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ચેન્નાઇને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રીત કરી હતી. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે પ્રથમ ઇનિંગ 178 રન બનાવીને ગુજરાત ટાઇટન્સને જીત માટે 178નો લક્ષ્યાંક આપ્યો હતો.
ગુજરાત ટાઈટન્સની જીતઃ ગુજરાત ટાઈટન્સે19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 36 બોલમાં 62 રન,વિજય શંકરે 21 બોલમાં 27 રન બનાવ્યા અને વૃદ્ધિમાન સાહાએ 16 બોલમં 25 રન બનાવ્યાહતા. જેની મદદથી ગુજરાત ટાઈટન્સે જીત હાંસલ કરી હતી.
ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ પરફોર્મન્સ :GTની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરતા રિદ્ધિમાન સાહાએ 25 રન, સાઇ શુદર્શનએ 22 રન, શુભમન ગિલ 38 (અણનમ), હાર્દિક પંડ્યા 3 (અણનમ).
ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ પરફોર્મન્સ : CSKની ટીમે પ્રથમ બેટીંગ કરતા 178 રન બનાવ્યા હતા. જેમાં ડેવોન કોનવેએ 01, રુતુરાજ ગાયકવાડએ 92, બેન સ્ટોક્સએ 07, અંબાતી રાયડુએ 12, મોઈન અલીએ 12, રવિન્દ્ર જાડેજાએ 01, શિવમ દુબેએ 19, એમએસ ધોની 14 (અણનમ) અને મિશેલ સેન્ટનરએ 01 રન બનાવીને અણનમ રહ્યો હતો.