અમદાવાદમાં મહિલા તલાટી પેઢીનામું બનાવવા 4000ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ: ACBએ મેમનગર વિસ્તારમાં રેવન્યુ તલાટીને તલાટી ચાવડી ખાતે પેઢીનામું બનાવવા માટે ૪ હજારની લાંચ લેતા ઝાડપયા છે. શીતલબેન વેગડા નામના મહિલા તલાટીની ACBએ ધરપકડ કરી છે.
સ્પોટ ફોટો
મળતી વિગત મુજબ ફરિયાદીએ તેમના પિતાનું અવસાન થતા વારસાઈ પ્રમાણપત્ર લેવા માટે મેમનગર તલાટીને મળ્યા હતા. પ્રમાણપત્ર આપવાના કામ માટે આરોપી તલાટીએ ફરિયાદી પાસે 4000 રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીને લાંચની રકમ ન આપવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે બાદ 4000ની લાંચ લેતા મેમનગર સરકારી તલાટી ચાવડી ખાતેથી શીતલબેન વેગડાને ACBએ ઝડપી પાડ્યા હતા. ACBએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.