ગુજરાત

gujarat

ETV Bharat / state

GMDC કેસમાં સુપ્રીમ કોર્ટે પોલીસને 6 માર્ચ સુધી હાર્દિક પટેલ વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાનો કર્યો આદેશ

કોગ્રેંસી નેતા હાર્દિક પટેલ વિરૂધ બિન-જામીનપાત્ર વોરન્ટ બાદ ધરપકડ અને સિદ્ધપુર પોલીસ દ્વારા અન્ય કેસમાં કરાયેલી ધરપકડ બાદ વસ્ત્રાપુર પોલીસ હાર્દિક પટેલની વર્ષ-2015 GMDC પાટીદાર અનામત આંદોલન કેસમાં ધરપકડ કરશે તેવી શક્યતાને પગલે હાર્દિક પટેલ દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી મુદે શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાહત આપતા આગામી સુનાવણી એટલે કે 6 માર્ચ સુધી કોઈ પ્રકારના પગલાં ન લેવાનો સુપ્રીમે વચગાળાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે પોલીસને 6 માર્ચ સુધી હાર્દિક પટેલ વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાનો કર્યો આદેશ
સુપ્રીમ કોર્ટે પોલીસને 6 માર્ચ સુધી હાર્દિક પટેલ વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાનો કર્યો આદેશ

By

Published : Feb 28, 2020, 1:32 PM IST

અમદાવાદ : અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વિપુલ પંચોલીએ હાર્દિક પટેલના આગોતરા જામીન ફગાવી દેવાતા આદેશને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યું હતું. અગાઉ અમદાવાદ સેસન્સ કોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે પોલીસને 6 માર્ચ સુધી હાર્દિક પટેલ વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાનો કર્યો આદેશ

અમદાવાદ સેસન્સ કોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે તેની વિરૂધ 10થી વધુ ગુના નોંધાયેલા છે. GMDC ગ્રાઉન્ડ સભા બાદ થયેલી ઘટના બદલ હાર્દિક પટેલને કોર્ટે મુખ્ય આરોપી માન્યો છે. હાર્દિક પટેલે ઉશકેરણીજનક ભાષણો આપ્યા છે અને ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરી રહ્યો છે, ત્યારે આગતોરા જામીન મંજૂર કરી શકાય નહિ. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટમાં હાર્દિક પટેલ દ્વારા દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે પાછલા કેટલાક દિવસોથી પોલીસ હાર્દિક પટેલના ઘરની આસપાસ ફરી રહી છે અને તેની ધરપકડ કરે તેની શક્યતા છે. વર્ષ-2015માં GMDC ગ્રાઉન્ડની ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા અજ્ઞાત ટોળા સામે FIR દાખલ કરી હતી. જેમાં અરજદાર હાર્દિક પટેલના નામનું સમાવેશ થતું નથી. હાર્દિક પટેલ ટોળામાં સંડોવાયેલા નથી તેમ છતાં પોલીસ સરકારી દબાણ હેઠળ હાર્દિકની ધરપકડ કરી શકે છે.

કોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે વર્તમાન સતાધારી પક્ષ સાથે જોડાયેલા કેતન પટેલ દ્વારા GMDC ગ્રાઉન્ડના કાર્યક્રમની મંજૂરી લીધી હતી. હાર્દિક પટેલને મુખ્ય બોલવાચક તરીકે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમના દ્વારા કરવામાં આવેલી માગ યોગ્ય હોવાથી સરકારે કેટલીક નીતિઓમાં ફેરફાર પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી હિંસાના આરોપસર રાજદ્રોહનો કેસ લાદવામા આવ્યો હતો. જેની ટ્રાયલમાં હાર્દિક ગેરહાજર રહેતા તેમની વિરૂધ બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. હાર્દિકની ધરપકડ બાદ તેમને કોર્ટે જામીન આપ્યા હતા. હાર્દિક જેલમાંથી બહાર આવે ત્યાં અન્ય એક કેસમાં સિદ્ધપુર પોલીસ દ્વારા હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં પણ સ્થાનિક કોર્ટ દ્વારા હાર્દિકને જામીન આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details