ગુજરાત

gujarat

ETV Bharat / state

સિંહના મોત અટકાવવા કોર્ટ મિત્રે હાઈકોર્ટમાં કર્યા અનેક સૂચનો

અમદાવાદ: ગીરમાં સિંહોના અકાળે મૃત્યુ અટકાવવા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓ મોટોના ભાગરૂપે કોર્ટ મિત્રએ નવા મુદા પર એમિક્સ ક્યુરી રિપોર્ટ જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠ સમક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે અભ્યારણમાં ખુલ્લા કુવાની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ લગાવવાની બાકી છે, વળી રેલ્વે ટ્રેક પાસે મોતને ભેટતા સિંહો માટે હજુ પણ તંત્રને ઘણા પગલા લેવાની જરૂર હોવાની કોર્ટ મિત્રએ રજૂઆત કરી હતી.

સિંહોના મોત અટકાવવા કોર્ટ મિત્રે હાઈકોર્ટમાં કર્યા અનેક સુચનો

By

Published : Jun 20, 2019, 10:27 PM IST

રાજ્યમાં સિંહોના અકાળ મૃત્યુના મામલે કોર્ટ મિત્રએ નવ મુદ્દાઓ પર એમિકસ ક્યુરી એ તૈયાર કરેલો રિપોર્ટમાં જણાવ્યું હતું કે,

  • અભયારણ્યમાં ખુલ્લા કુવાઓની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ ઉભી કરવાનું કામકાજ બાકી છે.
  • રેલવે ટ્રેક પાસે ચીન ફેન્સીંગ કરવાથી સિંહોની પ્રાકૃતિક પ્રમાણ ઘટે છે.
  • રાત્રીના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવી જોઈએ.
  • ટ્રેનની અડફેટે સિંહોના થતા મોતને અટકાવવા માટે રાત્રીની ટ્રેનો બંધ કરવી જોઈએ.
  • ગીર અભયારણ્યમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની ભલામણ કરી હતી.
  • ગીર અભયારણ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકને શિફ્ટ કરવા
  • સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને તેને GPS કનેક્ટિવિટી આપવી

ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા અગાઉ હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. આ હાઈ-પાવર કમિટીમાં સરકાર, પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરે. હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું હતું કે સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી, વીજ કરન્ટ અને ખુલ્લા કુવામાં પડી જવાથી મોત નિપજે છે તેને કઈ રીતે અટકાવી શકાય તે મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે.

ગીર અભ્યાણમાં ખુલ્લા રેલ્વે, વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય સિંહોના મોત થયા છે. રેલ્વે વિભાગે સોગંદનામામાં રેલ્વેને ગીરમાં અવર-જવર દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો.અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવામાં પણ રેલ્વે દ્વારા સૂચના આપવામાં આવી છે. પીપાવાવ પોર્ટમાં માલસમાનની હેરાફેરી દરમિયાન ઘણીવાર સિંહ અડફેટે આવી જતા હોવાની વાત પણ રેલ્વે વિભાગે કબૂલ કરી હતી

ABOUT THE AUTHOR

...view details