ગુજરાત

gujarat

ETV Bharat / state

જન્મથી પેશાબની કોથળી પેટની બહાર રાખી જન્મેલી બાળકીનું અમદાવાદમાં સફળ ઓપરેશન

અમદાવાદ: બિહારમાં જન્મેલી બાળકીને જન્મથી જ પેશાબની કોથળી તેના પેટ પર હતી. જેના કારણે બાળકીએ નાનપણથી જ કેટલીક તકલીફનો સામનો કર્યો હતો. બાળકીના 12 વર્ષ થયા બાદ તેની તકલીફ વધતા તેના માતાપિતાએ સૌપ્રથમ બિહારની હોસ્પિટલ અને ત્યારબાદ જોધપુરની AIIMS હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવારમાં સમય લાગવાથી બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં બાળકીની સફળ સર્જરી કરવામાં આવી હતી.

By

Published : Jul 18, 2019, 5:18 PM IST

અમદાવાદમાં જન્મથી પેશાબની કોથળી પેટમાં રહેલી બાળકીનું સફળ ઓપરેશન

અમદાવાદમાં બાળકીની કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટોફીની સફળ સર્જરી

બિહારમાં મજુરી કરનાર દંપતીની 12 વર્ષની બાળકીનો કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટોફીનો કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. આ બાળકીને જન્મથી જ પેશાબની કોથળી પેટ પર હતી. 50 હજાર બાળકો પૈકી એક બાળકને આ પ્રકારની તકલીફ હોય છે. આ પ્રકારના કેસમાં 3 મહિનાથી 6 વર્ષના સમય સુધી ઓપરેશન કરીને તકલીફ દુર કરવામાં આવે છે. પરંતુ આ કેસમાં બિહારમાં સામાજિક કારણોને લીધે નાનપણમાં બાળકીની સર્જરી કરવામાં આવી ન હતી. બાળકી 12 વર્ષની થઈ ત્યારબાદ તેની તકલીફ વધતા બિહારની હોસ્પિટલમાં બતાવવામાં આવ્યું હતું, જ્યાં સારવાર થઈ ન શકવાના કારણે બાળકીના માતા-પિતા જોધપુર ખાતેની AIIMS હોસ્પિટલમાં ગયા હતા.

અમદાવાદમાં જન્મથી પેશાબની કોથળી પેટમાં રહેલી બાળકીનું સફળ ઓપરેશન

જોધપુર AIIMS હોસ્પિટલમાં સારવાર કરવામાં સમય લાગે તેમ હતું. ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ જવામાં આવી હતી. જ્યાં 6થી 7 લાખ રૂપિયાનો ખર્ચો થાય તેવું હતું. ત્યારબાદ બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તપાસ કરીને 6 જુલાઈએ બાળકીની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળકીની ઉંમર મોટી હોવાથી આ સર્જરી સિવિલ હોસ્પિટલ માટે પણ પડકાર રૂપ હતી. પરંતુ પીડીયાટ્રીક અને ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાતોએ આ સર્જરી શરૂ કરી જે સફળ સાબિત થઈ હતી.

બાળકીની ઉંમર તથા પેટ નીચેની કોથળીમાં આવેલા 2 હાડકા વચ્ચે 10 સેમીની જગ્યા ડૉક્ટર માટે પડકાર હતી. જેમાં 10 સેમીની જગ્યા દુર કરવા હાડકું તોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 કલાક સુધી સર્જરી ચાલી હતી, જે સફળ નીવડી હતી. આ સારવાર સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details