અગાઉ રજૂ કરાયેલી એમિક્સ ક્યુરી રિપોર્ટના મુદ્દા
- અભયારણ્યમાં ખુલ્લા કુવાઓની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ ઉભી કરવાનું કામકાજ હજુ બાકી
- રેલવે ટ્રેક પાસે ચીન ફેન્સીંગ કરવાથી સિંહોમાં પ્રાકૃતિક પ્રમાણ ઘટે છે,
- રાતના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવી જોઈએ,
- ટ્રેનની અડફેટે સિંહોના થતાં મોતને અટકાવવા માટે રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ,
- ગીર અભયારણ્યમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની ભલામણ કરવી,
- ગીર અભયારણ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકને શિફ્ટ કરવાનું પણ કોર્ટે કર્યુ સૂચન,
- સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને તેને GPS કનેક્ટિવિટી આપવાનું પણ સૂચન,
- ઇલેક્ટ્રીક ફેન્સીંગના કારણે સિંહોના મોતનો તાજેતરમાં કોઈ બનાવ નહીં પરતું ઇલેક્ટ્રીક ફેન્સીંગ કરનારાઓ અંગે માહિતી આપવા સૂચન,
- ગીર અભયારણ્યમાં ચાલતી વિવિધ અને માઇનિંગ પ્રવૃત્તિના કારણે પણ સિંહના મોતની ઘટનાઓ બની હોવાનું તારણ,
- ગેરકાયદેસર થતાં લાયન શો લાયન અને શો કરનાર સહિત જૂના તમામ લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. આવા ગુનાને બિનજામીનપાત્ર ગુનાઓ ગણવા પણ સૂચન,
- સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી હોવાનું પ્રાથમિક તારણ પશુઓની સંખ્યા વધારવાની પણ સુચના કોર્ટ દ્વારા આપવામાં આવી,
- સિંહ માટે પાણીની પણ અછત હોવાથી પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવા સૂચન