ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડલમાં UGVCLના વાયરો ટ્રાન્સફર કરી નવો વીજ પોલ નાખવા સ્થાનિકોએ કરી રજૂઆત

માંડલમાં આવેલા ખંભલાય વિશ્વમ્ ભવન ભુવન પર UGVCLના વાયરોના ગૂંચડા પડેલા હોવાથી ત્યાં વીજ પોલ નાખવામાં આવે અને આ વાયરો ટ્રાન્સફર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ગામના લોકો કરી રહ્યા છે.

UGVCLના વાયરો ટ્રાન્સફર કરી નવો વીજ પોલ નાખવા રજૂઆત
UGVCLના વાયરો ટ્રાન્સફર કરી નવો વીજ પોલ નાખવા રજૂઆત

By

Published : Oct 8, 2020, 5:10 PM IST

Updated : Oct 9, 2020, 2:20 PM IST

માંડલ: માંડલમાં આવેલા ખંભલાય મંદિરની બાજુમાં ત્રણ માળનું એક વિશ્રામગૃહ આવેલું છે. વિશ્રામ ગૃહની બાજુમાં ઘણા વર્ષો પહેલા એક વિજ પોલ હતો, જે વીજપોલ પર સર્વિસ લાઈનો અને મેઈન લાઇનો હતી, પરંતુ સમયાંતરે આ વીજપોલ પડી જવાથી UGVCLએ વિશ્રામ ગૃહના ટેરેસ પર સર્વિસ લાઈનો અને મેઈન લાઇનો એક લોખંડનો આંકડો લગાવીને તેની ઉપર ફિટીંગ કરી નાખ્યું હતું. આ વિશ્રામ ગૃહના ટેરેસ પર આમ તો કોઈ જતું નથી પણ કોઈક દિવસ કોઈ આવી જાય તો જિંદગી પર જોખમ છે. આથી અહીં વીજ પોલ નાખવા અને તમામ વાયરિંગ પોલ પર ટ્રાન્સફર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

UGVCLના વાયરો ટ્રાન્સફર કરી નવો વીજ પોલ નાખવા રજૂઆત

ખંભલાય માતાજીના મંદિરના મેનેજર દ્વારા UGVCLને વીજ પોલ નાખી તમામ વાયરિંગ પોલપર ટ્રાન્સફર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ UGVCL તંત્ર દ્વારા કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી એટલે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? તેવું ગામના લોકો કહે છે.

Last Updated : Oct 9, 2020, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details