ચંદ્રયાન 3 માં અમદાવાદના એક વિદ્યાર્થી મહત્વનો ફાળો, જાણો કોણ છે આ યુવા વૈજ્ઞાનિક... અમદાવાદ : કોઈ પણ બાળક સાધારણ હોતો નથી. તે કહેવત આખરે અમદાવાદ એક બાળકે સિદ્ધ કરી છે. આ વિદ્યાર્થી શરૂઆતના અભ્યાસમાં નબળો હતો. પરંતુ વિજ્ઞાન વિષયમાં મહારથ હોવાથી તે વૈજ્ઞાનિક બન્યો અને ભારત તફરથી તેણે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આ યુવા વૈજ્ઞાનિક છે અમદાવાદનો યુવક અર્પિત પટેલ. તેઓએ ચંદ્રયાન 3 ના બે પાર્ટ્સના નિર્માણમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કર્યું છે. ત્યારે ETV bharat દ્વારા વૈજ્ઞાનિકની શાળાના શિક્ષકોની મુલાકાત કરી તેના વિશે માહિતી મેળવી હતી.
યુવા વૈજ્ઞાનિક અર્પિત પટેલ : અર્પિત પટેલે તેનો પ્રાથમિક અભ્યાસ અમદાવાદની દીવાન બલ્લુભાઈ શાળામાંથી પ્રાપ્ત કર્યો હતો. શાળાના ટેકનિકલ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ શૈલેષ દેશકરે અર્પિત પટેલની ઓળખ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અર્પિત પટેલ એક સાધારણ બાળક હતો. અન્ય બાળકોની જેમ તે પ્રથમ કે બીજા નંબરે પાસ થાય તેવો છોકરો હતો નહીં. તે ગણિત અને વિજ્ઞાન સિવાય અન્ય વિષયના અભ્યાસમાં સાધારણ હતો.તેને વિજ્ઞાન અને ગણિત વિષયમાં વધારે રસ હતો. જેના કારણે તે હંમેશા અલગ અલગ પ્રોજેક્ટમાં ભાગ લેતો અને તે વિષયમાં શિક્ષકને પણ તે વિષય અંગે નવા નવા પ્રશ્નો પૂછતો રહેતો હતો.
યુવા વૈજ્ઞાનિક અર્પિત પટેલ
અર્પિત 1998 થી આ શાળામાં અભ્યાસ કરવા આવ્યો હતો. તેને 12 સાયન્સ સુધીનો અભ્યાસ અહીંથી પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે તેણે એલ.ડી. એન્જીનીયરીંગમાં એડમિશન લીધું હતું. તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ હવે તે ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલ PRL લેબમાં કામ કરી રહ્યો છે.--શૈલેષ દેશકર (સુપ્રિટેન્ડેન્ટ, ટેકનિક વિભાગ-દીવાન બલ્લુભાઈ શાળા)
અર્પિત પટેલનો ફાળો : ચંદ્રયાન 3 માં PRL લેબનો મહત્વનો ફાળો છે. જેમાં આલ્ફા પેટીકલ એક્સેસ પ્રેકોટમિટર અને ચાસ્ટે બે વસ્તુ PRL લેબ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના પ્રોજેક્ટ મેનેજર તરીકે અર્પિત પટેલે ભાગ ભજવ્યો છે. જેમાં APXS ચંદ્ર પરની માટી કયા તત્વોથી બની છે, તે કેટલા માત્રામાં છે તેની શોધ કરી આપશે. જ્યારે બીજો ચાસ્ટે લેન્ડર પર લગાવવામાં આવ્યો છે. જે થર્મોમીટર કહી શકાય તેવું છે. જે ચંદ્રની ધરતીની 10 મીટર જેટલું નીચે જશે. ત્યાંથી તે ચંદ્રની અંદર ગરમીના બદલાવ અંગેની તપાસ કરશે.
ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતરાણ શા માટે ? ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતરાણ કરવામાં આવ્યું છે. ત્યારે ચંદ્રનો દક્ષિણ ભાગ પસંદ કરવાનું કારણ એ હતું કે, ચંદ્રયાન 1 ડેટા મુજબ પરિણામ આવ્યું હતું કે, જ્યાં સૂર્યનો તડકો આવ્યો ન હોવાના કારણે પાણી હોવાના ચાન્સ ઓછા જોવા મળી રહ્યા છે. જ્યારે ચંદ્રના દક્ષિણ ભાગમાં વધારે પાણી તેમજ ભવિષ્યમાં તેમાં સારા તત્વો મળી શકે તેમ છે. જેના કારણે દક્ષિણ ભાગ પર ચંદ્રયાન 3 ને ઉતારવાનું પસંદ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2માં નિષ્ફળ થયાના 1 મહિના બાદ તરત જ ચંદ્રયાન 3 બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજીત 4 વર્ષમાં ચંદ્રયાન 3 બનાવી દેવામાં આવ્યું હતું.
- Chandrayan 3 Landed : વિક્રમ સારાભાઈએ દેશને આત્મનિર્ભર બનાવ્યો, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના આ રહેશે રિસર્ચના મુદ્દા
- ISRO Shares Video Of Moon : વિક્રમ લેન્ડરના ઉતરાણ પહેલાનો ઈસરોએ જાહેર કર્યો વીડિયો, કંઇક આવો દેખાય છે ચંદ્ર