અમદાવાદ: SGST વિભાગે GSTમાં થતી કરચોરી તેમજ ગેરરીતિ અટકાવવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સ્ટેટ GST વિભાગે અમદાવાદની 38 પ્રીમિયમ હોટેલ પર તવાઈ બોલાવી છે. સ્ટેટ GST દ્વારા હોટેલ તરફથી દર્શાવવામાં આવેલ ટર્નઓવર અને ભરવામાં આવેલ વેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં સ્ટેટ GST વિભાગનું મેગા ઓપરેશન, 38 પ્રીમિયમ હોટેલમાં સર્ચ ઓપરેશન
સ્ટેટ GST વિભાગે અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સ્ટેટ GST વિભાગ દ્વારા શહેરમાં સ્થિત 38 પ્રીમિયમ હોટેલ તરફથી દર્શાવવામાં આવેલ ટર્નઓવર અને ભરવામાં આવેલ વેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.
Published : Nov 23, 2023, 10:52 PM IST
|Updated : Nov 24, 2023, 9:49 AM IST
નોંધનીય છે કે સ્ટેટ GST વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરોમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા જેતે સેકટરમાં કરવામાં આવતા ટેક્ષ કોમ્પલાઇનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદ ખાતેની 38 પ્રીમીયમ હોટેલ્સમાં દર્શાવેલ ટર્નઓવર અને વેરાકીય જવાબદારીની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરો GSTમાં થતી કરચોરી તેમજ ગેરરીતિ અટકાવવા સક્રીય બન્યું છે. અગાઉ ફૂડ ડિલિવરી એપ ઝોમેટો અને સ્વિગીને GST અધિકારીઓ દ્વારા 750 કરોડની જીએસટી નોટિસ ફટકારવામાં આવી હતી.