વાંદારાએ છેલ્લા પંદર દિવસમાં આઠથી દસ લોકો પર હુમલો કર્યો હતો. વહેલી સવારે પરોઢિયામાં અચાનક ધાબા પર સુતેલા માણસ પર હુમલો કરવાથી ચાલીની આસપાસના રહેવાસીઓ ડરને લીધે ધાબે સુવાનું પણ બંધ કરી દીધું છે.
સરસપુર માં વાંદરા નો આતંક, અંતે પુરાયો પાંજરે
અમદાવાદ: અમદાવાદના સરસપુર ખાતે શાહ પોપટલાલની ચાલીમાં છેલ્લા 10-15 દિવસથી એક હડકાયા વાંદરાનો આતંક જોવા મળ્યો હતો. આ વાંદરો વહેલી સવારે પરોઢિયે આવીને ધાબા પર સુઈ રહેલા ચાલીના કેટલાક યુવાનોને બટકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતા.
અમદાવાદ
ચિરાગ નામના એક યુવાનને આ વાંદરાએ પગે બચકું ભરતા નવ ટાંકા આવ્યા હતા. જ્યારે અન્ય બીજા ચાલીને આસપાસના લોકોને બટકું ભરીને ઘાયલ કરતાં વધતા-ઓછા અંશે તેમને પણ સારવાર લેવાનો વારો આવ્યો હતો ,ત્યારે તંત્રને અને વન વિભાગ તથા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનાં અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.