ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના અન્ય ભાગોમાં જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સ્પેશિયલ પાર્સલ ટ્રેન દોડશે - રાજકોટ રેલવે ડિવિઝન

દેશના અલગ-અલગ રાજ્યોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ૧૩મી અને ૧૬મી એપ્રિલના રોજ સ્પેશિયલ પાર્સલ ટ્રેનનું પરિચાલન કરવામાં આવશે. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ દેશના અલગઅલગ ભાગોમાં પૂરી પાડશે. ૧૩મી એપ્રિલના રોજ રાજકોટથી કોઇમ્બતુર સ્પેશિયલ ટ્રેન ચાલશે.

દેશના અન્ય ભાગોમાં જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સ્પેશિયલ પાર્સલ ટ્રેન દોડશે
દેશના અન્ય ભાગોમાં જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સ્પેશિયલ પાર્સલ ટ્રેન દોડશે

By

Published : Apr 11, 2020, 8:37 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસને લીધે રાષ્ટ્રવ્યાપી લૉક ડાઉનને વધારવાની શક્યતા છે. ત્યારે દેશના અલગ-અલગ રાજ્યમાં નાના પાર્સલ, ચિકિત્સક ઉપકરણ, ખાદ્ય પદાર્થ સહિતની ચીજ વસ્તુઓની હેરાફેરી માટે 13મી એપ્રિલના રોજ રાજકોટથી કોઈમ્બ્તુર જવા ટ્રેન ઉપડશે. 16મી એપ્રિલના રોજ આ ટ્રેન તમિલનાડુના કોઈમ્બ્તુરથી રાજકોટ પરત આવવા ઉપડશે. 13મી એપ્રિલ થી 16મી એપ્રિલ વચ્ચે રાજકોટ-કોઇમ્બતુર પાર્સલ સ્પેશિયલ ટ્રેનનુંં પરિચાલન કરવામાં આવશે

000926 સંખ્યા નંબર ધરાવતી સ્પેશિયલ પાર્સલ ટ્રેન 13મી એપ્રિલના રોજ સાંજે 17.30 વાગ્યે રાજકોટથી રવાના થશે. જ્યારબાદ રાત્રે 21.30 અમદાવાદ પહોંચશે અને ત્રીજા દિવસે બપોરે 12.30 વાગ્યે કોઇમ્બતુર પહોંચશે. આજ ટ્રેન 00927ની સંખ્યા નંબર સાથે 16મી એપ્રિલના રોજ સવારે 5 વાગ્યે તમિલનાડુના કોઇમ્બતુરથી ત્રીજા દિવસે સાંજે 19.45 વાગ્યે અમદાવાદ આવશે અને ત્યાર પછી 23.45 વાગ્યે રાજકોટ પરત આવશે. આ ટ્રેન બન્ને દિશાઓના રુટ પર અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સૂરત, વસઈ રોડ, પનવેલ, પૂણે, દૌડ, વાડી, સિકંદરાબાદ, ધર્માવરમ અને ઇરોડ સ્ટેશન પર રોકાશે.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details