અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઇરસનો પગપેસારો થયો છે. ભારતની વાત કરવામાં આવે તો આજ સુધી 198 જેટલા પોલીસ કેસો અને 5 વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC)દ્વારા નાગરિકોના હિત માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, વોલેન્ટરી ફેમિલી ક્વોરન્ટાઇન નામનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
કોરોના વાઇરસથી બચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યાં કેટલાક મહત્વના નિર્ણયો
ગુજરાતમાં કોરોના વાઇરસનો પગપેસારો થયો છે. ભારતની વાત કરવામાં આવે તો આજ સુધી 198 જેટલા પોલીસ કેસો અને 5 વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC)દ્વારા નાગરિકોના હિત માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, વોલેન્ટરી ફેમિલી ક્વોરન્ટાઇન નામનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, વોલેન્ટરી ફેમિલી કોરેન્ટાઈન નામનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં AMC દ્રારા કોઈ પણ પરિવાર જો સ્વેચ્છાએ ઘરમાં રહેવા તૈયાર થશે, તો આવા પરિવારના ઘરે તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવશે. આ પરિવારે માત્ર 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે.
મહત્વના નિર્ણયો
- અમદાવાદમાં 900થી વધારે લોકો આઇસોલેશનમાં રખાયા છે.
- કોરોના સામે લડવા માટે મનપા તૈયાર
- સ્વૈચ્છીક પારિવારિક ક્વોરંટાઈનનો અભિગમ અપનાવશે તો 14 દિવસ માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ સરકાર આપશે
- વોલેન્ટરી ફેમિલી કોરેન્ટાઈન અભિગમ શરૂ કરાયો
- અમદાવાદમાં પાન-મસાલા અને ગુટખાની દુકાનો પર પ્રતિબંધ મૂકાયો
- અમદાવાદમાં તમામ પાન પાર્લરો આજથી બંધ
- અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.જાહેરમાં થૂંકવા બદલ 4 દિવસમાં 4500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં.
ગુજરાત(Gujarat)માં કોરોના(Corona)ના કુલ 5 કેસ પોઝીટીવ આવ્યા છે. અમદાવાદ(Ahmedabad) 2 અને વડોદરામાં પણ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. તેવું રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું, જ્યારે ગઈકાલે રાજકોટ અને સુરતમાં એક એક કેસ પોઝીટીવ આવ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કુલ 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોનાના કુલ 5 કેસ નોંધાયા છે. અગ્ર સચિવે એ પણ જણાવ્યું કે, જે પણ વ્યક્તિઓના કેસ પોઝીટીવ આવ્યા છે તેઓ 35 વર્ષની અંદરની વય ધરાવે છે.