ગુજરાત

gujarat

ETV Bharat / state

વસ્ત્રાલમાં દુકાન સીલ કરવા ગયેલા અધિકારીઓ પર ઉકળતા તેલથી હુમલો

અમદાવાદઃ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીઓ રાબેતા મુજબ ચેકિંગ માટે જતા હોય છે. ત્યારે વસ્ત્રાલ રોડ પર આવેલી દાલવડાની દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ થાય છે તેવી જાણ થતાં કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ ચેકિંગ કરવા ગઈ હતી. જ્યાં દુકાનદાર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે દરમિયાન ઉશ્કેરાઈને દુકાનદારે કોર્પોરેશનના અધિકારીઓ પર ઉકળતા તેલથી હુમલો કર્યો હતો. જે અંગે રામોલ પોલીસે ગુનો નોંધી આરોપી દુકાનદારની ધરપકડ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : May 9, 2019, 11:02 PM IST

વસ્ત્રાલ વિસ્તારમાં નિરાંત ચોકડી પાસે આવેલી દાલવડાની દુકાનમાં અમદાવાદમ્યુનીસીપલ કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પહોચી હતી અને દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો હોવાથી દુકાનને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન દુકાનદાર અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે દરમિયાન દુકાનદારે દુકાન સીલ કરવા આવેલા કોર્પોરેશનના અધિકારીઓ પર ગરમ તેલથી હુમલો કર્યો હતો. જેમાં કોર્પોરેશનના અધિકારીઓનનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એક અધિકારી સામાન્ય ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સોલીડ મેનેજમેન્ટની ટીમ પર ઉકળતા તેલથી કર્યો હુમલો

આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોચ્યો હતો. જ્યાં પોલીસે કોર્પોરેશનના અધિકારીઓની ફરિયાદ નોધી આરોપી દુકાનદાર વિરુદ્ધ કલમ 332 વિરુધ ગુનો નોધી કાર્યવાહી કરી હતી અને આરોપી દુકાનદારની ધરપકડ કરી હતી. કોર્પોરેશનના અધિકારીએ પણ દુકાન સીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details