વરસાદના આગમન સાથે સરીસૃપ પ્રાણીઓનું પણ શહેરમાં આગમન
અમદાવાદ: જિલ્લા સહિત રાજ્યભરમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે વરસાદની સાથે જ જમીનમાં રહેતા સરીસૃપ પ્રાણીઓ પણ બહાર આવ્યા છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં સરીસૃપ પ્રાણીઓ બહાર આવતા તેમને રેસ્ક્યુ કરી માનવ વસ્તીથી દૂર છોડી દેવામાં આવ્યા હતા.
વરસાદના આગમન સાથે સરીસૃપ પ્રાણીઓનું પણ શહેરમાં આગમન
અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે સરીસૃપ પ્રાણી પણ દરમાંથી બહાર આવી રહ્યાં છે. મંગળવાર સવારથી શહેરમાં 6 જગ્યાએ સાપને પકડી તેનુ રેસક્યુ કરાયા હતા. અમદાવાદના રખિયાલ, સોલા, નાના ચિલોડા, રાણીપ-આરટીઓ અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં સાપ રેસક્યુ કરવામાં આવ્યા હતા. આ સાપ કોબ્રા, દામણ સહિતની પ્રજાતિના હતા. સાપને રેસક્યુ કરી માનવ વસ્તીથી દૂર કરવામાં આવ્યા હતા.