અમદાવાદ:શાહપુર મેટ્રો સ્ટેશન પાસે સોનાના દાગીનાની થયેલી કરોડોની લૂંટમાં સામેલ મુખ્ય સૂત્રધારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે આરોપી પાસેથી 37 લાખ 98 હજારની કિંમતનો મુદ્દામાલ તેમજ વાહન કબજે કરવામાં આવ્યો છે.
યથાવત રાખવામાં આવી:અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શાહપુર મેટ્રો સ્ટેશન પાસે 7 નવેમ્બર 2022 ના રોજ સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી હતી. જે સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસે અગાઉ નિખિલ રાઠોડ, કૌશિક ઉર્ફે પાંગા ઘમંડે તેમજ નીતિન રૂપે બોબડો તમાયચેની ધરપકડ કરી 2 કરોડ 29 લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જોકે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર વોન્ટેડ હોય તેને પકડવાની તપાસ તજવીજ યથાવત રાખવામાં આવી હતી.
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે ચકચારી લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર ઝડપાયો, 38 લાખના દાગીના કબ્જે કરાયા આ પણ વાંચો Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી
ઝૂંટવી લેવાનો પ્રયાસ:અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ ગુનાનો મુખ્ય આરોપી નારોલ સર્કલ પાસેથી પસાર થવાનો છે, જે બાતમીના આધારે મનીષ ઉર્ફે મનોજ સેવાણી નામના છારાનગરના યુવકની આ ગુનામાં ધરપકડ કરી સોના ચાંદીના દાગીના સહિત 37 લાખ 98 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આરોપીએ પોતાના બીજા સાગરીતો સાથે મળીને ટુકડી બનાવી અગાઉથી ગુનાહિત કાવતરું રચીને 7 નવેમ્બર 2022ના રોજ બાપા સીતારામ ચોક પાસે આવેલ ભવ્ય ગોલ્ડ પેલેસ પાસે રેકી કરી હતી. ફરિયાદી પરાગ શાહ તથા ધર્મેશ લીંબાણીનો પીછો કર્યો હતો. જે બાદ શાહપુર મેટ્રો સ્ટેશન પાસે ફરિયાદી પહોંચતા આરોપીઓએ તેઓની પાસેથી સોનાના દાગીના ભરેલો થયેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓએ થેલો પકડી રાખતા આરોપીઓએ ચપ્પુ બતાવી લીધો હતો.
આ પણ વાંચો Ahmedabad News : નરોડાના લોકો વીફર્યાં, એએમસી ઉત્તર ઝોન કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન
પૂછપરછ હાથ ધરવામાં:આરોપીઓએ લૂંટ કરીને મેળવેલા દાગીના ટુકડીના દરેક સભ્યોને થોડા થોડા સગેવગે કરવા માટે આપી દીધા હતા, આ ગુનામાં પકડાયેલો આરોપી આ લૂંટ સિવાય પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં આંગડિયા પેઢીના વેપારીની એકટીવાની ડેકી તોડી 6 લાખ 70 હજારની ચોરીના ગુનામાં તેમજ સોલા પોલીસ સ્ટેશનમાં ચીલઝડપના ગુનામાં નાસતો ફરતો હોવાનો ખુલાસો થયો છે. ઝડપાયેલો આરોપી માધુપુરા ખાતે લૂંટ કર્યા બાદ વડોદરા, સુરત, દીવ, જામનગર, ભાવનગર, કાલુપુર રેલવે સ્ટેશન, ચેન્નઈ, શિરડી અને મુંબઈ જેવા શહેરોમાં જુદી જુદી જગ્યાએ રોકાતો હતો.
સજા પણ ભોગવી:જે દરમિયાન મુંબઈ શહેરમાં મીરા રોડ ઉપર એક એક્ટિવાની ડેકી તોડી 7 લાખ રૂપિયાની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી છે. આ સમગ્ર મામલે ગુનામાં સંડોવાયેલા બીજા આરોપીઓ તેમજ અન્ય મુદ્દા માલ બાબતે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ સરદારનગર, નિકોલ, નવરંગપુરા, નરોડા, ચિલોડા રાજકોટ, વડોદરા સહિત 21 જેટલા અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલો છે, તેમજ અનેક વખત પાસા અને તડીપાર જેવી સજા પણ ભોગવી ચુક્યો છે.