ઉલ્લેખનીય છે કે, 10 જુલાઈએ પણ હેલ્થ વિભાગને લાંભાની એ.એમ. સ્કૂલમાં તપાસ દરમિયાન સ્કૂલનું બેઝમેન્ટ પૂરુ પાણીમાં ગરકાવ જોવા મળ્યુ હતુ અને તેમાં સંખ્યાબંધ મચ્છરોના બ્રિડિંગ જોવા મળ્યા હતા. ઉપરાંત પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારનું આઉટલેટ પણ ન હોવાથી સ્કૂલના પ્રિન્સિપલની ઓફિસ પણ સીલ કરી હતી.
10 જુલાઈએ 39 એકમ ચેક કર્યા, 18ને નોટિસ આપી, 92,500 દંડ ફટકાર્યો હતો.મ્યુનિસિપલ હેલ્થ વિભાગે બુધવારે કન્સ્ટ્રક્શન સાઈટો સહિતના 39 એકમનું ચેકિંગ કર્યું હતું. જેમાં 18ને નોટિસ આપી કુલ રૂ.92,500નો દંડ વસૂલ કર્યો હતો.સરખેજના જૈનબ એવન્યુ સાઇટ અને હાઇવે સર્વિસ સેન્ટરમાંથી પણ બ્રિડિંગ મળી આવ્યા હતા.
અમદાવાદના નિકોલ વિસ્તારની સ્કૂલમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા ઓફિસને કરી સીલ - Ahmedabad
અમદાવાદ: મ્યુનિસિપલના હેલ્થ વિભાગે છેલ્લા કેટલાક દિવસોથી સ્કૂલ તેમજ કન્સ્ટ્રક્શન સાઈટો પર મચ્છરના બ્રિડિંગની તપાસ હાથ ધરી હતી. જેને પગલે આજે નિકોલ વિસ્તારમાં આવેલી ઘનશ્યામ સ્કૂલમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા હેલ્થ વિભાગે સ્કૂલની વહીવટી ઓફિસને સીલ માર્યું હતુ.
અમદાવાદના નિકોલ વિસ્તારની ઘનશ્યામ સ્કૂલમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા સીલ કરાઈ
નોંધનીય છે કે, મંગળવારે પણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગએ 143 સ્થળે તપાસ કરી હતી, જેમાંથી 15 સાઈટ પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેમાંથી 5 સાઈટ સીલ કરવામાં આવી હતી અને 67ને નોટિસ ફટકારવામાં આવી હતી.
Last Updated : Jul 12, 2019, 1:19 PM IST