ગુજરાત

gujarat

ETV Bharat / state

Sea Plane: સાબરમતી નદીમાં ફરી સી- પ્લેન શરૂ થશે ! જાણો શું કહ્યું ઋષિકેશ પટેલે ?

અમદાવાદમાં સાબરમતી નદીમાં ગૃહપ્રધાન અમિત શાહને વર્ચ્યુલી અક્ષર રિવરક્રુઝનો શુભારંભ કર્યો હતો. ત્યારે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સી પ્લેન લઈને મહત્વની જાહેરાત કરી હતી કે આગામી 12 જુલાઈના રોજ પ્રક્રિયા પૂર્ણ કરી ફરી એકવાર સાબરમતી રીવરફ્રન્ટ પર સી પ્લેનની શરૂઆત કરવામાં આવશે.

અમદાવાદ:
અમદાવાદ:અમદાવાદ:

By

Published : Jul 2, 2023, 7:12 PM IST

સી- પ્લેન મામલે ઋષિકેશ પટેલે શું કહ્યું

અમદાવાદ: શહેરમાં સાયન્સ સીટી, બાયો ડાયવર્સીટી પાર્ક, ફ્લાવર પાર્ક સહિત અનેક મનોરંજન પૂરું પુરી પાડનાર સુવિધા ઉપલબ્ધ છે. થોડાક સમય પહેલા સાબરમતી નદી પર પહેલો વોક વે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વધુ એક અમદાવાદીઓ માટે નવું નજરાણું ઉમેરાયું છે. આજે ગૃહપ્રધાન અમિત શાહે અક્ષર રિવરક્રુઝનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે કેટલાય સમયથી બંધ સી પ્લેન લઈને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે શું કહ્યું આવો જાણીએ...

ફરી સી પ્લેન શરૂ થશે:આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સાબરમતી નદીમાં સી પ્લેન પહેલા ચલાવવામાં આવતું હતું. પરંતુ કોઈ ટેકનિકલ કારણે સી પ્લેન બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ તેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 12 જુલાઈના રોજ સી પ્લેનનું ટેન્ડર ખુલશે. આ વખતે આનંદની વાત એ છે કે ઘણી બધી કંપનીઓએ પણ આમાં રસ દાખવ્યો છે. આવનારા સમયમાં ફરી એકવાર અમદાવાદથી કેવડિયા સુધી સી પ્લેન શરૂ થશે.

સાબરમતીમાં નવું નજરાણું: વધુમાં જણાવ્યું હતું કે સાબરમતીમાં આજે શરૂ કરાયેલ અક્ષર ક્રુઝ લોકપ્રિયતામાં વધુ વધારો કરશે. પહેલાના સમયમાં સાબરમતી નદી ખૂબ જ ગંદકી જોવા મળતી હતી. આજ વિશ્વ કક્ષાએ સાબરમતી રિવરફ્રન્ટને જોવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યપ્રધાનના સમયગાળામાં પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આ ગંદી નદી જેનું સુંદર રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદીનો આભાર માન્યો: દેશના ગૃહપ્રધાન અમિત સાહેબ વર્ચ્યુલી હાજરી આપી હતી. તેમને જણાવ્યું હતું કે મારા મત વિસ્તારમાં એક નવું નજરાણું આપવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું. હું જ્યારે ગામડામાંથી શહેરમાં આવ્યો ત્યારે સાબરમતી નદી ખૂબ જ ખરાબ હાલતમાં હતી. હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું કે તેમને તત્કાલીન મુખ્યપ્રધાનના સમયગાળા દરમિયાન આ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. આજે દેશભરના લોકો અહીંયા આવી રહ્યા છે. આજે સાંસ્કૃતિક ગતિવિધિઓ પણ થઈ રહી છે અને આજ વધુ એક નવું નજરાણું રિવરક્રુઝ શરૂ થવા જઈ રહી છે.

અક્ષર ક્રુઝ શરૂ:સાબરમતી રિવરફ્રન્ટની અંદર આજે અક્ષર ક્રુઝ શરૂ કરવામાં આવેલી હતી. અક્ષર ક્રુઝની વાત કરવામાં આવે તો મેક ઇન ઇન્ડીયા અંતર્ગત તૈયાર થયેલી પહેલી લક્ઝરી ક્રુઝ છે. જેમાં એક સાથે 150 જેટલા લોકો મુસાફરી કરી શકશે. સાથે લોકો સુરક્ષાને ધ્યાન રાખીને 180 લાઈફ સેફટી જેકેટ પણ રાખવામાં આવ્યા છે. ટિકિટ દરની વાત કરવામાં આવે તો એક વ્યક્તિ દીઠ લંચ 1800 અને ડિનરના 2000 રૂપિયા રાખવામાં આવ્યા છે.

  1. Millet Pizza Launching : અમદાવાદમાં મુખ્યપ્રધાનના હસ્તે રાગી ક્રસ્ટ પિત્ઝાનું લોન્ચિંગ, સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ માટે એક પહેલ
  2. રાજ્ય સરકારના પારદર્શક વહીવટ માટે ભારત સરકાર દ્વારા ગુજરાતનું સન્માન, સરકારે GeM પોર્ટલ મારફતે કરોડોની બચત કરી

ABOUT THE AUTHOR

...view details