- - ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા આવ્યું છે.
- - અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું છે.
- - ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.90 ટકા પરિણામ જાહેર
- - સાત વર્ષ કરતા સૌથી ઓછું પરિણામ આવ્યું
- - 35 શાળાનું 100 ટકા પરિણામ
- - 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 49 શાળાઓ
- - 84.17 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ સ્થાને
- - અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ
- - ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 139 કેન્દ્રમાં 1.24.694,
- - જેમાંથી 890060એ પરીક્ષા આપી
- - પંચમહાલ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 52.53 ટકા પરિણામ
- - ગોધરા કેન્દ્રનું 55.37 ટકા પરિણામ
- - હાલોલ કેન્દ્રનું પરિણામ 51.17 ટકા
- - પરિણામને લઇને વિદ્યાર્થીઓમાં કહી ખુશી અને કહી ગમનો માહોલ
- - સુરતની શાળામાં ઉજવણીનો માહોલ
- - શાળા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
- - એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સવનો માહોલ
- - શાળાના પટાંગણમાં વિદ્યાર્થિનીઓએ ગરબા જૂમી ખુશી વ્યક્ત કરી
આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો. આ વર્ષે છોટા ઉદેપુર જીલ્લાનું 39.81 ટકા સાથે સૌથી ઓછું પરિણામ આવ્યું છે તો સૌથી વધુ પરિણામ ઘરાવતું જિલ્લો રાજકોટ 84.47 ટકા છે. ગ્રુપ Aમાં 78. ટકા, ગ્રુપ Bમાં 67.26 ટકા, AB ગ્રુપમાં 64.29 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 71.83 ટકા છે તો વિદ્યાર્થીનીનું પરિણામ 72.01 ટકા છે. તો સૌથી વધારે ચકાવારી સાથે ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે આગળ છે.
ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા આવ્યું છે. તો અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું છે.2017 રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા, જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું. 2018 ના પરિણામમાં 2017ની સરખામણીમાં વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં સરેરાશ 14 ટકા જેટલા ગુણો ગુમાવ્યા હતા.