ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણીએ વાયુ વાવાઝોડાને પગલે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને GTUની પરીક્ષાઓ રદ કરી - Corporation

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 24 વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. જેના પગલે તંત્ર દ્વારા પણ એલર્ટ વિસ્તારોમાં NDRFની ટીમોને ખડેપગે તૈનાત કરી દેવામાં આવી છે. વાયુ વાવાઝોડાને પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના બંગલે એક બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ અને GTU દ્વારા આગામી તારીખોમાં લેવામાં આવેલ પરીક્ષાઓને રદ કરવામાં આવી છે.

અમદાવાદ

By

Published : Jun 11, 2019, 9:34 PM IST

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર આવી રહ્યો છે, જેને લઈને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સતર્ક બન્યું છે. દરિયાયી વિસ્તારોમાં NDRFની ટીમોને તૈનાત કરી દેવાઈ છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ 15 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું જે આયોજન કરાયું હતુ તેને રદ કર્યો છે અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યપ્રધાને આ બેઠકમાં અધિકારીઓ પાસેથી વાવાઝોડાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે તેમજ આવા સમયમાં શું કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાને વાયુ વાવાઝોડાને લઈ બેઠક બોલાવી

રાજ્યની તમામ શાળા કોલેજો પણ આ વાવાઝોડાને લઈને તંત્રના આદેશથી સાવચેતી વર્તી રહ્યું છે. ત્યારે GTU દ્વારા આગામી 12 અને 13 જુને લેવાનાર તમામ પરીક્ષાઓને રદ્દ કરવામાં આવી છે અને 14 જૂનથી રાબેતા મુજબ આવતી પરીક્ષાઓ લેવામાં આવશે. રદ્દ કરાયેલી પરીક્ષાનો કાર્યક્રમ GTUની વેબસાઈટ ઉપર આગામી સમયમાં જાહેર કરાશે.

GTUની પરીક્ષાઓ રદ

ABOUT THE AUTHOR

...view details