ગુજરાત

gujarat

ETV Bharat / state

બાવળાના સરલા ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો કકળાટ

અમદાવાદના બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરલા ગામમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત વર્તાઈ રહી છે. આ વિસ્તાર સાંસદ અમિત શાહના મત વિસ્તારનો ભાગ છે, તેમ છતાં સ્થાનિકોએ પાણી જેવી પાયાની જરુરિયાત મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે.

બાવળા
બાવળા

By

Published : Apr 2, 2021, 8:14 PM IST

  • વિરમગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી શાહપુર ખાતે આવેલા સંપમાં પાણી ઠલવાય છે
  • સંપ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં ખુલ્લો પડ્યો છે
  • પાણી પુરવઠા વિભાગ દ્વારા નવો સંપ બનાવવા ઠાગાઠૈયા

અમદાવાદ : બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનું સરલા ગામ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો મત વિસ્તાર છે, ત્યારે આ ગામના રહીશોને ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની અછત સર્જાઈ છે. પાણી દુષિત અને ખારું પ્રાપ્ત થતા આ ગામના રહીશોનો પાણી પુરવઠા તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો છે.

આ પણ વાંચો :જામનગરમાં પીવાના પાણી માટે તરસતું જોડિયાનું ખીરી ગામ

અમિત શાહના મત વિસ્તારમાં પાણીની અછત

સરલા ગામના રહીશોના મતે જ્યારે ચૂંટણીઓ આવે છે, ત્યારે પ્રજા પ્રતિનિધિઓ મતદારોને હાથ અને પગ જોડી વિનંતી કરતા હોય છે, જ્યારે જે તે વિસ્તારમાં કામો કરાવી આપવાના ઠાલા વચનો જ આપે છે, ચૂંટાઈ આવ્યા બાદ પોતાના મત વિસ્તારની મુલાકાત લેતા નથી. આ વિસ્તાર અમિત શાહ સાંસદનો મત વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારના લોકો પાણીના એક એક બુંદ માટે ટળવળી રહ્યા છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં પાણીની અછત, પાણી માટે લોકોને હાલાકી

સરલા ગામને "નળ સે જલ" યોજનામા સમાવવામાં આવે તેવી લોકોની માગ

આ વિસ્તારને પીવાનું પાણી શાહપુર ખાતે આવેલા બિસ્માર અને તૂટી ગયેલા ખુલ્લા સંપમાંથી છેલ્લા ઘણા સમયથી પાણી અપાઇ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે, પાણી દૂષિત બને જ. ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા પ્રમાણે શાહપુર ખાતે આવેલો સંપ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલી હાલતમાં છે, વિસ્તારના સરપંચોની રજૂઆતો છતાં તંત્ર કોઇ જ ધ્યાન આપતું નથી, અમારા ગામને પાણી પીવાના પાણીનો જથ્થો ઓછો અને અનિયમિત અપાય છે. ત્યારે સરલા ગામને "નળ સે જલ" યોજનાનો સમાવેશ કરી લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details