અમદાવાદમાં ભાજપ દ્વારા સંકલ્પ યાત્રાનું આયોજન કરાયુ
અમદાવાદ: ગાંધીજીના વિચારો અને આદર્શો સાથે લઈને લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા ક્ષેત્રમાં 150મી સંકલ્પ યાત્રા નીકળવામાં આવી હતી જે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પુર્ણ થઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સંકલ્પ યાત્રાનું સમાપન કરાવવામાં આવ્યું હતું.
સંકલ્પ યાત્રાનું આયોજન કરાયુ
અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર તોમર, ગૃહપ્રધાન પ્રદીપસિંહ અન્ય પ્રધાનો, મેયર, ધારાસભ્યો, કાર્યકરો હાજર રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સુતરની આંટી પહેરાવી હતી. આ પહેલા વૈષ્ણવજનના ભજન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
યાત્રાનો ઉદ્દેશ લોકો સુધી ગાંધીજીના વિચારો પહોચાડવાનો છે.કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ગાંધીજીની 150મી જન્મ જ્યંતી નિમિતે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં આ કાર્યક્રમ ઉજવાય રહ્યો છે. ગાંધીજીના વિચારો પ્રાસંગિક છે અને રહેશે જ, ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચે તે યાત્રાનો ઉદ્દેશ હતો.
અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે. ઉપરાંત ખેડૂતો અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અગાઉ ખેડૂતોની મદદ કરી હતી તો હવે પણ ખેડૂતોની મદદ કરશે અને સામાન્ય રીતે ખેડૂતને તકલીફ હોય તો સરકાર મદદ કરવા કટિબદ્ધ જ છે.