ગુજરાત

gujarat

ETV Bharat / state

કરોડોના બોગસ બિલ બનાવનાર કુશલ ટ્રેડલીંક લિમિટેડના MDની ધરપકડ

અમદાવાદઃ શહેરના સીજી રોડ પર આવેલી કુશલ ટ્રેડલિંક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ અગ્રવાલની CGST બોગસ બિલ બનાવી ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં લેવા બદલ ધરપકડ કરવામા આવી હતી.

By

Published : Apr 3, 2019, 11:27 AM IST

Updated : Apr 3, 2019, 1:41 PM IST

સ્પોટ ફોટો

ટેક્સ ચોરીના મામલે અગાઉ પણ આ કુશલ ટ્રેડલિંક લિમિટેડકંપની વિવાદમાં આવી હતી, અને હવે CGSTમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટને લઈને તે ફરી વિવાદમાં આવી છે. CGSTના જણાવ્યા અનુસાર બોગસ બિલો બનાવીને કંપનીએ અંદાજે રુપિયા88.78 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.

તમામ પ્રકારની ખરીદી અને વેચાણ માત્ર કાગળ પર જ કરતા હતા. આવી રીતે અંદાજે રુપિયા 672.32 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. CGST સમક્ષ સંદીપ અગ્રવાલે કબૂલાત કરી હતી કે,સામાનની કોઈ ભૌતિક રીતે હેરફેર થઈ ન હોવાથી તેને લગતા કોઈ ઈ-વે બિલ, એલઆર કે ટ્રાન્સપોર્ટના કાગળો ઉપલબ્ધ નથી.

Last Updated : Apr 3, 2019, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details