શહેરમાં આવેલા એલિસબ્રિજ પાસે આવેલા બગીચા પાસે 45 ડિગ્રીની ગરમી સહન ન થતા એક સમડી તરફડી રહી હતી. ત્યારે તે દરમિયાન અશોક વાઘેલા નામના જીવદયા પ્રેમીએ તેનો જીવ બચાવ્યો હતો.
અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં તરફડતી સમડીનું કરાયું રેસ્કયુ
અમદાવાદ: ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને લઇને શહેરમાં કાળઝાળ ગરમીમાં મનુષ્ય પણ ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ત્યારે પશુ-પક્ષીઓનું તો શું?
અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં તરફડતી સમડીનું કરાયું રેસ્કયુ
સી.એન. વિદ્યાલય પાસે આવેલા પાંજરાપોળમાં સમડીને મોકલી દેવામાં આવી હતી. આ સાથે જ પાંજરાપોળના ડૉક્ટર તેમજ સહ કર્મચારીઓ દ્વારા તેને યોગ્ય સારવાર આપીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.