અમદાવાદ: આ આદેશના પરિણામે ગઈ કાલે સાંજે કરિયાણાંની દુકાનો અને શકભાજી માર્કેટમાં ભીડ જોવા મળી હતી. આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે છેલ્લાં કેટલાક સમયથી શાકભાજી તેમ જ કરિયાણાના વેચાણકર્તાઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે. જેના કારણે આ લોકો સુપર સ્પ્રેડર્સ બન્યાં છે.
અમદાવાદ શહેરમાં કરિયાણા અને શાકભાજીનું વેચાણ બંધ - કરિયાણાં દુકાનો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા બુધવારની સાંજે એક જાહેરનામું બહાર પડાયું હતું. જે અંતર્ગત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તારોના કરિયાણાં દુકાનદારો અને શાકભાજીનું વેચાણ કરતાં હોય તેમને વેચાણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કરિયાણા અને શાકભાજીનું વેચાણ બંધ
અમદાવાદ મ્યુનિસિપલ વહીવટી તંત્રના આ આદેશને પગલે આજે વહેલી સવારથી જ શહેરની તમામ કરિયાણાંની દુકાનો અને શાકભાજી માર્કેટ પણ બંધ રહ્યું હતું.
જોકે કેટલાક બૌદ્ધિકોએ અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની આ ફતવાશાહીનો વિરોધ કર્યો હતો. તંત્ર દ્વારા અપાતાં આદેશોમાં ગરીબોનું પણ ધ્યાન રખાય તેવી માગ કરી હતી.