રવિવારે સવારથી જ 2 યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જે પૈકી એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી અને એક યુવકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો.
સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઇન્ટ, એક યુવકની મળી લાશ તો એક યુવકને રેસ્ક્યુ કરાયો - Gujarati News
અમદાવાદઃ શહેરની સાબરમતી નદી અને રિવર ફ્રન્ટની લોકો ફરવાના સ્થળ તરીકે મુલાકાત લેતા હોય છે. પરંતુ કેટલાક લોકો આત્માહત્યા કરવા પણ સાબરમતી નદીના કિનારે આવતા હોય છે.
સ્પોટ ફોટો
ગત માસમાં 2 રવિવાર સુધી સતત પ્રેમી યુગલે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી, ત્યારે આજે સવારથી 2 અલગ અલગ યુવકે નદીમાં ઝંપલાવ્યું હતું. જે પૈકી એક યુવકે અપંગ હોવાથી તેમજ પરિવારજનો તેની દારૂની આદતનો વિરોધ કરતા હોવાથી નદીમાં ઝંપલાવ્યું હતું. જેને રિવર રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરીને જીવતો બહાર કાઢ્યો હતો. બપોરના સમયે અન્ય એક અજાણ્યા યુવકે પણ ઝંપલાવ્યું હતું, જેનો રિવર રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢયો હતો.