ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં A અને B ગ્રુપમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે 7 વાગ્યે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકો છે. 7 માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં મોટાભાગના પ્રશ્નપત્રો સરળ રહ્યા હતા, જેના કારણે આ વખતે પરિણામ સારૂ આવ્યું છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 71.90 ટકા આવ્યું પરિણામ
અમદાવાદઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.47 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 10 વાગ્યાથી શાળાઓમાં માર્કશીટ મળશે .આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે.
સ્પોટ ફોટો
તો આ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજકેટ 2019ની માર્કશીટ સવારે 10 વાગ્યાથી વિદ્યાર્થીઓ જિલ્લા નિયત વિતરણ સ્થળો પરથી મેળવી શકાશે.
તો આ વખતે B ગ્રુપનું પરિણામ 67.26 ટકા આવ્યું છે. સરળ પ્રશ્નપત્રોના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઈને અનેરો ઉત્સાહ છે.
Last Updated : May 9, 2019, 9:49 AM IST