સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સટિયુટ ઓફ ટેકનોલોજીની વિધાર્થીને ત્રીજા સેમેસ્ટ પહેલાં નોકરી મળી હતી. જેમાં તેમણે એમ-ટેક ફુલ ટાઈમમાંથી પાર્ટ ટાઈમમાં તબદીલ કરવા મુદે હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ તેની સામે સરદાર વલ્લભભાઈ સંસ્થા દ્વારા ડબલ બેન્ચમાં આદેશને પડકારર્યો હતો.
અરજદાર દ્વનવકીલ મોઢવાડિયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, વિદ્યાર્થી દ્વારા ડેઝરટેશનની જમા કરવામાં આવ્યું હતું. પરતું ત્રીજા સેમેસ્ટર પહેલા કોર્સને ફુલ ટાઈમમાંથી પાર્ટ ટાઈમમાં તબદીલ કરવાની પરવાનગી આપી શકાય નહિ. ચોથા સેમેસ્ટર બાદ આ પરવાનગી આપી શકાય તેવી દલીલ કરી હતી. વિધાર્થી દ્વારા ત્રીજું સેમેસ્ટર પણ પૂણ કરાયું નથી. જેથી તેને કોર્સ તબદીલ કરવાની પરવાનગી આપવામાં ન આવે.