- માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાત મંદોને કીટનું વિતરણ
- 51 જરૂરિયાત મંદ પરિવારને કીટનું વિતરણ કરાયું
- એક કિટની કિંમત 5000 રૂપિયા
અમદાવાદઃ કોરોના મહામારીની હાલ બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ધંધા-રોજગાર લોકોના પડી ભાગ્યા છે જેથી ગરીબ વર્ગની સાથે સાથે મધ્યમ વર્ગના લોકોને પણ બહુ મુશ્કેલી પડી છે અને તેમાં પણ રોજનું કમાઈને રોજનું ખાતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે માંડલમાં આવેલા શ્રી ખંભલાય માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે.
ખંભલાય માતાજી સંસ્થા દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું
કોરોનાના આ કપરા સમયમાં મધ્યમ વર્ગ લાચારી ભોગવી રહ્યો છે અને કોઈની પાસે હાથ પણ લંબાવી શકતો નથી. ત્યારે ખંભલાય માતાજી ટ્રસ્ટ અને ખંભલાય માતાજીના વિદેશમાં વસતા સંગોત્રીઓ દ્વારા જીવન જરૂરિયાત ચીજવસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. માંડલ અતિથિ ભવન ખાતે સંસ્થાના સેક્રેટરી મુકેશ રાવલ માંડલ પી.એસ.આઇ સંદીપ પટેલ તેમજ મંદિરના પંડિત પ્રેમચંદજીએ ઉપસ્થિત રહી પૂજા વિધિ કરી અને જરૂરીયાત મંદોને કીટનું વિતરણ કર્યું હતું.
આ પણ વાંચોઃ આણંદઃ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કરાય છે રાશન કીટનું વિતરણ