જગન્નાથ મંદિરના જમીન કૌભાંડ મુદ્દે કરણી સેનાએ મનપા કમિશ્નરને આપ્યું આવેદનપત્ર - મનપા કમિશ્નર
ભગવાન જગન્નાથજીને સરકારે અને લોકોએ દાનમાં આપેલી જમીનને ટ્રસ્ટીઓએ ગેરકાયદે રીતે મુસ્લિમ બિલ્ડરને વેચી 800 કરોડનું કૌભાંડ કર્યું છે. તે અંગે ગુજરાત રાજ્યના ચેરિટી કમિશ્નરના જજમેન્ટનું પાલન કરવા અને મંદિરની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામનું ડીમોલેશન કરવા અને ગેરકાયદે કેમિકલ ડ્રેનેજ લાઈન બંધ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે રીતે આપેલી એચ.એસ હોટલવાળાની રજા ચિઠ્ઠી જે સ્થગિત કરેલી છે, તેને તાત્કાલિક રીતે દૂર કરવા માટે કરણી સેના દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને સોમવારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
જગન્નાથ મંદિરના જમીનના કૌભાંડ મુદ્દે આજે કરણી સેનાએ મનપા કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
અમદાવાદ: આ અંગે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતએ જણાવ્યું હતું કે, 30 દિવસની અંદર જો પરિણામ નહીં આવે તો ઉગ્ર દેખાવો કરવામાં આવશે. કારણ કે 7/1/2020ના રોજ ગુજરાત રાજ્યના ચેરિટી કમિશ્નર દ્વારા જજમેન્ટનું અમલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી એ જમીનનું જે દાનમાં આપેલી છે, તેના અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેના પર દબાણ છે. તે પણ દૂર કરવામાં આવ્યા નથી.