શહેરના રામોલ વિસ્તારમાં 9 માસ અગાઉ બી.કોમમાં અભ્યાસ કરતી યુવતી સાથે પાસ કરાવવાની લાલચ આપી 4 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું .યુવતીને દુષ્કર્મ બાદ ગર્ભ રહ્યો હતો. જેના પરિણામે યુવતીને મૃત બાળકને જન્મ આપ્યો હતો.યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં 4 યુવકો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ પણ નોધાવી હતી.મૃત બાળકના જન્મ બાદ યુવતીના શરીરમાં ઝેર ફેલાવવાના કારણે કીડની પર અસર થઇ હતી જેના કારણે શુક્રવારે યુવતીનું મૃત્યુ થયું હતું.
યુવતીના મૃત્યુ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં 4 આરોપી પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા નામના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ હાર્દિક શુક્લ અને રાજ નામના આરોપી હજી પણ ફરાર છે.પોલીસે અંકિત અને ચિરાગનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ચેકઅપ પણ કરાવ્યું હતું અને DNA ટેસ્ટ તથા અન્ય ટેસ્ટ કરાવ્યા હતા.
આ મામલે ફરાર આરોપી હાર્દિક અને રાજને શોધવા માટે 2ટીમ બનાવી છે અને અન્ય એક ટીમ સાયન્ટીફીક પુરાવા અને કેસની તપાસ આગળ વધારવા માટે બનાવી છે.આમ કુલ 3 ટીમ બનાવી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ સાથે જ પોલીસે હોટલ અને ગેસ્ટ હાઉસની પણ તપાસ હાથ ધરી છે.
રામોલ ગેંગરેપ મામલે આરોપીઓનું મેડીકલ ચેકઅપ કરાયું,અન્ય આરોપીઓની શોધખોળ આ મામલે અંકિત પારેખ નામનો આરોપી ABVP વિધાર્થી સંગઠન સાથે સંકળાયેલો હોવાની વાત વહેતી થઇ હતી માટે NSUIના કાર્યકર્તા રામોલ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને રામોલ પીઆઈએ આ કેસમાં યોગ્ય તપાસ થાય અને આરોપીઓને કડક સજા થાય તે અંગે માંગણી કરી હતી.મહત્વનું છે કે અંકિત પારેખ ABVP સંગઠન સાથે જોડાયેલ હોવાની વાત સામે આવતા ABVP દ્વારા આ વાતને અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે અંકિત ABVP સંગઠન સાથે જોડાયેલ નથી અને આ કેસમાં યોગ્ય તપાસ થાય તેવી માંગણી કરવામાં હતી.