રાજસ્થાની લોકોએ અનોખી રીતે કરી ધૂળેટીની ઉજવણી
અમદાવાદ: હોળી એટલે રંગોનો તહેવાર અને આ તહેવારની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ તો રાજસ્થાનીઓ માટે આ તહેવાર વધું મહત્વનો હોય છે. તેઓ દ્વારા આ તહેવારની ધામધૂમ પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં વસતા રાજસ્થાનીઓ પણ ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરી હતી.
સ્પોટ ફોટો
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાની પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાનનું પ્રખ્યાત ગેર નૃત્ય પણ મહિલાઓ અને પુરુષ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજસ્થાની ઢોલના તાલે લોકોએ રાજસ્થાની નૃત્ય કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
મહિલાઓએ પણ આ ધૂળેટીની ઉજવણીમાં પાણીનો બગાડ નથાય તે માટે પાણી વિના માત્ર અબીલ-ગુલાલથી ઉજવણી કરી હતી. આ તહેવાર દરમિયાન તમામ લોકો ગુલાલના રંગમાં રંગાઈ ગયા હતા અને લોકોએ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી.