ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત કપરાડામાં 12 ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પુરની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે બરોડા બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત કપરાડામાં 12 ઇંચ વરસાદ વરસ્યો

By

Published : Aug 4, 2019, 10:13 PM IST

હવામાન વિભાગ દ્વારા હજુ બે થી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગાંધીનગર સહિતના શહેરોમાં મધ્યમથી સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે.

સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર છવાઈ છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, વાપી, તાપી, દમણ, સુરત સહિતના શહેરોમાં રવિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. જ્યારે કપરાડામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ સવારે છ વાગ્યાથી લઇ સાંજે ચાર વાગ્યા સુધીમાં વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, તો સૌથી ઓછો વરસાદ જૂનાગઢ, વિસનગર, વિજાપુર, સિધ્ધપુર અને પ્રાંતિજમાં વરસ્યો હતો. આ વિસ્તારોમાં ફક્ત એક એમ.એમ.વરસાદ નોંધાયો છે. નવસારીમાં 10 એમ.એમ. સુરતમાં 27 એમ.એમ. અને વલસાડમાં 29 એમ.એમ. વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details