'વાયુ' વાવાઝોડાથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ત્રાટવાનું હતું, પરંતુ ગુરૂવારે વહેલી સવારે જ વાયુ વાવાઝોડાએ પોતાની દિશા બદલીને ઓમાન તરફ ફંટાયું હતું. સાથે જ વાયુ વાવાઝોડું ગુજરાતની દરિયાઇ પટ્ટી પર તો આવ્યું નહીં પરંતુ નજીકથી પસાર થવાને કારણે સોમનાથ, ભાવનગર, દિવ, પોરબંદર દરીયાકિનારે ભારે પવન ફુંકાયો હતો. આમ વાયુ વાવાઝોડું તો આવ્યું નહીં પરંતુ તેની અસર જોવા મળી હતી.
અમદાવાદ
વાયુ વાવાઝોડું ઓમાન તરફ દિશા બદલી હતી, પરંતુ વાવાઝોડાનુ રેડીએશન 900 કિલોમિટર સુધીનુ હતુ જેની અસર અમદાવાદમાં જોવા મળી. જેના અમદાવાદમાં બપોર બાદ અચાનક હવામાનમાં ફેરફાર થયો હતો. બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ પડ્યો હોવાનુ સામે આવ્યુ છે. આમ વરસાદને કારણે અમદાવાદીઓને ગરમીથી રાહત મળી હતી.