હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં હળવાથી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ત્રણથી ચાર દિવસમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ સારો વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગાંધીનગર ,અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
આગામી પાંચ દિવસમા રાજ્યમાં ભારે વરસાદની આગાહી - gujarat
અમદાવાદ: ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. સારા વરસાદ માટે હજુ ત્રણથી ચાર દિવસ ગુજરાત વાસીઓએ રાહ જોવી પડશે.
આગામી પાંચ દિવસમા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અષાઢ મહિનામાં વરસાદના વિરામથી ગરમીમાં વધારો નોંધાયો છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.