ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના કારણે રેલવેને કરોડોનું નુકસાન

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે તેની સૌથી વધુ અસર ટ્રાન્સપોર્ટના સાધનો ઉપર થઈ છે. તેમાં પણ ભારતનું હૃદય ગણાતું રેલવે પણ બંધ છે. રોજની કરોડોની આવક ધરાવતા રેલવેને અત્યારે રોજની કરોડોની ખોટ જઈ રહી છે.

લોકડાઉનના કારણે રેલવેને કરોડોનું નુકશાન
લોકડાઉનના કારણે રેલવેને કરોડોનું નુકશાન

By

Published : Apr 5, 2020, 5:16 PM IST

અમદાવાદઃ રેલવે વ્યવહાર બંધ કરાતા લાખોની સંખ્યામાં પાસ કેન્સલ કરવામાં આવ્યા છે. તો એડવાન્સ બુકિંગ પણ કેન્સલ કરવામાં આવ્યું છે. જેને લઇને તમામ ગ્રાહકોને તેમના પૈસા રેલવે દ્વારા પરત કરવામાં આવ્યા છે.

લોકડાઉનના કારણે રેલવેને પડી રહી છે કરોડોની ખોટ

જો પશ્ચિમ રેલવેની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં પશ્ચિમ રેલવેને 207.11 કરોડનું નુકસાન થયું છે. જ્યારે એપ્રિલના પહેલા ત્રણ દિવસમાં 42.87 કરોડનું નુકસાન થયું છે.

આમ કુલ ત્રીજી એપ્રિલ સુધી વેસ્ટર્ન રેલ્વેને પેસેન્જર ભાડામાં 250 કરોડ જેટલું નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details