ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહુલ ગાંધી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે, 3 સભાઓને સંબોધશે

અમદાવાદ: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 18મી એપ્રિલે રાહુલ ગાંધી બે સભાઓ સંબોધશે અને જે બાદ સુરતમાં રાત્રી રોકાણ કરશે.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 12:58 PM IST

Updated : Apr 17, 2019, 11:27 PM IST

રાહુલ ગાંધી 18મી એપ્રિલે જૂનાગઢના વંથલી અને કચ્છમાં ભુજ ખાતે જન સભાઓ સંબોધશે. જે બાદ 19મી એપ્રિલે બારડોલીમાં જાહેર સભા સંબોધશે. ગુરુવારે રાહુલ ગાંધી 3.30 કલાકે બરેલીથી સીધા કેશોદ જશે, ત્યારબાદ બપોરે 4 કલાકે રાહુલ કેશોદથી વંથલી સભાસ્થળે પહોંચશે અને 4 થી 5 વાગ્યા સુધી વંથલીમાં પોરબંદર અને જૂનાગઢ લોકસભા મતવિસ્તારના લોકોને સંબોધશે.

જાહેરસભા બાદ રાહુલ 5.25 કલાકે કેશોદ પહોંચશે જ્યાંથી 5.30 કલાકે સ્પેશ્યલ ફ્લાઈટ મારફતે ભૂજ જવા રવાના થશે જ્યાં 6.15 કલાકે રાહુલ ભૂજ ખાતેની જનસભામાં પહોંચશે. 7.30 કલાકે રાહુલ ગાંધી ભૂજથી સુરત જવા રવાના થશે અને 18મી એપ્રિલે સુરત ખાતે રાત્રી રોકાણ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ 19મી એપ્રિલે બારડોલીમાં જાહેર સભા સંબોધશે

Last Updated : Apr 17, 2019, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details