ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીનાં કટાસવાણ માંથી ગેરકાયદેસર સપ્લાય કરાતા સાગી સાઇઝ

તાપીઃ ઉચ્છલના કટાસવાણ માંથી ગેરકાયદેસર સપ્લાય કરાતા સાગી સાઇઝ વનવિભાગની ટીમે ઝડપી પાડી

તાપીનાં કટાસવાણ માંથી ગેરકાયદેસર સપ્લાય કરાતા સાગી સાઇઝ

By

Published : May 29, 2019, 4:09 PM IST

ઉચ્છલના કટાસવાણમાંથી ગેરકાયદેસર સપ્લાય કરાતા સાગી સાઇઝ ભરેલો ટોયાટા કવોલીસને વનવિભાગની ટીમે ઝડપી પાડી રૂ. 56,040/- ના લાકડાં સહિત રૂ. 1,36,040નો મુદામાલ જપ્ત કર્યો હતો.વ્યારા વન વિભાગની નેસુ પશ્ચિમ રેંજનો સ્ટાફ તા.27ની રાત્રિએ નાઇટ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન રાત્રિના અરસામાં કટાસવાણ ગામમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ટોયાટા કવોલીસનો વન વિભાગે પીછો કરતા કવોલીસ ચાલક વાહન છોડીને અંધારામાં ફરાર થઇ ગયો હતો.વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા કવોલીસ નંબર GJ-19-A-4933 માં સાગી સાઇઝ ભરીને લઈ જવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.પાસ પરવાનગી વિનાની સાઇઝ નંગ-20 ઘનમીટર-1401 જેની અંદાજિત કિંમત રૂ.56,040/- તથા કવોલીસ રૂ. 80,000/- મળી કુલ 1,36,040/- નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details