PSI દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે તેમના પત્ની ડિમ્પલ રાઠોડે CBIને તપાસ સોંપવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં આત્મવિલોપન કરીશ, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુઆરીએ પોલીસ કમિશ્નરે પણ ન્યાયની ખાતરી આપી કહ્યું હતું કે, મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે. પરંતુ 5 મહિનાથી આરોપી પકડાયો નથી.
PSI દેવેન્દ્રસિંહની આત્મહત્યા મામલે ન્યાય નહીં મળે તો પત્નીની આત્મવિલોપનની ચીમકી
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં રહેતા અને કરાઈ પોલીસ એકેડેમીમાં તાલીમ મેળવી રહેલા PSI દેવેન્દ્રસિંહે 4 થી 5 મહિના પહેલા પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ બનાવના 4 મહિના બાદ પણ કોઈ ઉકેલ ન આવતા દેવેન્દ્રસિંહના પત્ની ડિમ્પલ રાઠોડે આત્મ-વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
સ્પોટ ફોટો
તેણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન વારંવાર કહેતા હોય છે કે, ‘મારી ગુજરાતની બહેનોને ક્યારેય પણ મારી જરૂર પડે તો 50 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો હું તુરંત આપની મદદે પહોંચી જઈશ’ ત્યારે વડાપ્રધાન મોદી મારો વિશ્વાસ નહીં તોડે એવું મને લાગી રહ્યું છે અને મારી મદદ કરશે. જો આવું નહીં થાય તો મારી પાસે આત્મવિલોપન સિવાય કોઈ ઉપાય નહી બચે.