ગુજરાત

gujarat

ETV Bharat / state

PSI and LRD Examination : LRD અને PSI પરીક્ષામાં ગેરલાયકાતના વિવાદમાં હાઇકોર્ટે આપી રાહત - LRD અને PSIની લેખિત પરીક્ષા

LRD અને PSIની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થનારા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે હવે LRD અને PSIની પરીક્ષાને (PSI and LRD Examination) લઈને હાઇકોર્ટે રાહત આપી છે.

PSI and LRD Examination : LRD અને PSI પરીક્ષામાં ગેરલાયકાતના વિવાદમાં હાઇકોર્ટે આપી રાહત
PSI and LRD Examination : LRD અને PSI પરીક્ષામાં ગેરલાયકાતના વિવાદમાં હાઇકોર્ટે આપી રાહત

By

Published : Feb 24, 2022, 7:54 AM IST

Updated : Feb 24, 2022, 10:38 AM IST

અમદાવાદ :ફિઝિકલ પરીક્ષામાં છાતી ફુલાવવાના માપદંડમાં નાપાસ થનાર ઉમેદવારોએ હાઇકોર્ટમાં (High Court Regarding LRD and PSI Examinations) અરજી કરી હતી. જેના પગલે હાઇકોર્ટે આ ઉમેદવારોની છાતી ફુલાવવાની ફેર માપણી સોલા સિવિલ હોસ્પિટલમાં કરાવવા હુકમ કર્યો હતો. વર્ષ 2014 અને 2017માં આ ઉમેદવારો છાતી ફુલાવવા માપદંડમાં (PSI and LRD Examination) પાસ થયેલા હોવાની બાબતની નોંધ લઈને હાઇકોર્ટે ફેર ચકાસણી માટે હુકમ કર્યો છે.

LRD અને PSI પરીક્ષામાં ગેરલાયકાતના વિવાદમાં હાઇકોર્ટે આપી રાહત

આ પણ વાંચોઃ ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી ઘર છોડીને ગયેલા રાજકોટ RPFના PSI પરત આવ્યા

LRD અને PSIની પરીક્ષામાં બેસવા દેવાની છૂટ

અરજદારના વકીલ અરબાઝ ખાન પઠાણે જણાવ્યું કે, આ કેસમાં અરજદારો છે, તેઓ 2015 અને 2017 ની પરીક્ષામાં ગ્રાઉન્ડમાં પાસ થયા હતા. તો આ પછી એ ગેરકાયદેસર ઠરી શકે નહિ. તેમજ નામદાર કોર્ટે સોલા સિવિલ હોસ્પિટલમાં ફેર ચકાસણી કરવામાં આવતાં હાઈકોર્ટે તેમને LRD અને PSIની લેખિત પરીક્ષામાં (Written Examination of LRD and PSI) બેસવા દેવાની છૂટ આપી છે.

આ પણ વાંચોઃ PSI Exam Scam: LRD - PSIની ભરતી કરાવી આપવાનું કૌભાંડ, બંટી બબલીની ધરપકડ

ન્યાયના દરવાજા ખુલ્લા

આ સાથે જ હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી કે ઉમેદવારો માટે ગ્રાઉન્ડ પર ગેરલાયકાત (High Court for Disqualification on PSI Ground) સામે અપીલની જોગવાઈ છે. આ ઉપરાંત પણ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે એક અલગ માળખું ઊભું કરવાની જરૂર છે. ન્યાયના દરવાજા તમામ માટે ખુલ્લા છે, પરંતુ એ પહેલા જ પ્રશ્નનું નિરાકરણ આવે તે પણ જરૂરી છે.

Last Updated : Feb 24, 2022, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details