ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી શિક્ષકોના ટ્યુશન ન કરાવવાના કાયદાનો કરાયો વિરોધ - tution

અમદાવાદઃ સરકાર દ્વારા શાળાના શિક્ષકો ટ્યુશન ન કરી શકે તેવો કાયદો લાવવામાં આવ્યો છે. જેનો કેટલાક શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

શિક્ષકોના ટ્યૂશન ન કરવાના કાયદાનો શિક્ષકો દ્વારા વિરોધ

By

Published : Jun 11, 2019, 12:34 PM IST

શાળાના શિક્ષકો ટ્યુશન ન કરી શકે તેવો કાયદો છે અને તેના કડક અમલ કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેેને લઇને આવા કેટલાક શિક્ષકગણના નેતાઓ શિક્ષણ અધિકારીને પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આ શિક્ષકો દ્વારા આક્ષેપો પણ કરાયા હતા કે, મોટી ખાનગી સંસ્થાઓમાં ભણતા વિધાર્થીઓ શાળામાં ડમી વિધાર્થી તરીકે શિક્ષણ લઈ રહ્યા છે. તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આવા તમામ મુદ્દાને લઈને કેટલાક શિક્ષક નેતાઓ દ્વારા વિરોધ તથા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સરકારી શિક્ષકોના ટ્યુશન ન કરાવવાના કાયદાનો કરાયો વિરોધ

ABOUT THE AUTHOR

...view details