ગુજરાત સરકારના સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત માંડલ ખાતે કાર્યક્રમ યોજાયો
રાજ્યના વિવિધ જિલ્લામાં ખેડૂતો માટેની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અમલમાં આવી છે. જેમાં વિરમગામમાં ફળ,ફૂલ અને શાકભાજીના નાના વેપારીઓને વિનામૂલ્યે મોટી છત્રી કાંટાની વાડતથા ખેડૂતોને સ્માર્ટ કિટ વિતરણ માટે નાના લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા.
વિરમગામ: ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત અમદાવાદના માંડલ ખાતે સ્માર્ટ હેન્ડ ટૂલ કી, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા કાંટાળી વાડ, નાના વેચાણકારો, ફેરિયાવાળાને વિનામૂલ્યે છત્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જાગૃતિબેન પંડ્યાની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ડૉ. તેજશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય, તથા માંડલના સંગઠનના આગેવાનો,ચૂંટાયેલા પ્રતિનિધિઓ, દેત્રોજ તાલુકાના આગેવાનો, કાર્યકર્તાઓ, અધિકારીઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.