ગાંધીજીની 150મી જન્મજયંતી પર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ - ગાંધીજીની 150મી જન્મજયંતી
અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાનના આગમન પૂર્વે તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર ગુજરાત પ્રવાસે આવતા વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની રૂપરેખા...
- 5:00 કલાકે ભાજપ યુનિટ દ્વારા સન્માન
- 5:30 કલાકે વડાપ્રધાન મોદી એરપોર્ટ પર આવશે
- 5:30 કલાકે એરપોર્ટ પર ધાર્મિક અને સમાજિક સંસ્થાઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત સન્માન કરવામાં આવશે
- 6:15 કલાકે વડાપ્રધાન સાબરમતી આશ્રમમાં ફૂલ હાર અને આટી ગાંધીજીની પ્રતિમાને અર્પણ કરશે
- 6:30 કલાકે ગાંધી આશ્રમ દ્વારા રાખવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપશે
- 6:50 કલાકે વડાપ્રધાન રિવર ફ્રન્ટ પર આવશે
- 20 હજાર જેટલા સરપંચોને PM મોદી કરશે સંબોધન
- 8:40 GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમમાં હાજરી આપી માતાજીની આરતી ઉતારશે
- 9:10 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે
Last Updated : Oct 1, 2019, 7:26 PM IST