ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન મોદીએ મેટ્રો ફેઝ-2નું ખાતમુહૂર્ત કર્યું, અમદાવાદ-ગાંધીનગરને જોડશે આ રુટ - સુરત

મેટ્રો સિટી અમદાવાદમાં વધુ એક ફેઝ મેટ્રોનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શહેરના મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર કુલ 23 કિલોમીટરનો વિસ્તાર મેટ્રોમાં પરિવર્તિત થશે. જે માટે મેટ્રોના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત માટે 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

ખાતમુહૂર્ત
ખાતમુહૂર્ત

By

Published : Jan 17, 2021, 7:29 PM IST

Updated : Jan 18, 2021, 11:58 AM IST

  • અમદાવાદ શહેરમાં વધુ એક મેટ્રો ફેઝ
  • મોટેરાથી મહાત્મા મંદિર સુધી શરૂ થશે મેટ્રો રેલ
  • મેટ્રો રેલના ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ : મેટ્રો સિટી અમદાવાદમાં મેટ્રોનો વધુ એક ફેઝ શરૂથવા જઈ રહ્યો છે. જોકે, તેના માટેનું કામગીરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 18 જાન્યુઆરીના સવારના વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું અને સ્થળ પરના કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના સેક્ટર 13 મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ-ગાંધીનગરને જોડશે આ રુટ

સુરતમાં પણ મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ મેટ્રો સિટી બનાવ્યા બાદ રાજ્યમાં બીજા શહેરને પણ મેટ્રો તરીકેની ઓળખ મળે તે માટે સુરતમાં પણ મેટ્રો રેલ શરૂ થાય તેના માટેનો ખાતમુહૂર્ત 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ સાથે ડાયમંડ બોર્ડ ડ્રિમ સિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો અધિકારીઓ પણ ત્યાં હાજર પણ રહેશે.

વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ કરશે મેટ્રો ફેઝ-2નું ખાતમુહૂર્ત

અમદાવાદ અને ગાંધીનગરને જોડશે મેટ્રો

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 અમદાવાદના મેટ્રો રેલના જે પ્રોજેક્ટ ફેઝ-1 છે, તેનું વિસ્તરણ છે. આ સાથે જ ફેજ 2 અમદાવાદ અને ગાંધીનગરને મેટ્રોથી જોડશે. આ સાથે જ અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ 40 કિલોમીટર લંબાઈનો છે જેમાંથી 6.5 કિલોમીટર સુધીનું કામ 2019માં પૂર્ણ થઈ ગયું છે. આ સાથે બાકી રહેલા 34 કિલોમીટરની કામગીરી છે. તે ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી સાથે એટલે કે ઓગસ્ટ 2022માં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા હાલ કરવામાં આવ્યું છે.

2 કોરિડોરની લંબાઈ 5.4 કિલોમીટર

મેટ્રો પ્રોજેક્ટનાં ફેસ જૂના કોરિડોર એક માટેની સંપૂર્ણ લંબાઈને જ વાત કરે તો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીની લંબાઇ 22.8 કિલોમીટરની છે. આ સાથે જ આગામી ભવિષ્યમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મેટ્રોથી જોડવામાં આવે તે માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરની વચ્ચે 30 સ્ટેશનો એલિવેટેડ કરવામાં આવશે સાથે જ GNLUથી ગિફ્ટ સિટી સુધીના બે એલિવેટેડ સ્ટેશન અને સાથે બે કોરિડોરની લંબાઈ 5.4 કિલોમીટરની છે. GNLU નજીક ટ્રેન ઇન્ટરચેન્જ માટેની સુવિધા સાબરમતી નદીના પુલ પર કરવામાં આવી છે.

મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેસ-2નો લાભ અમદાવાદ અને ગાંધીનગરની 62 લાખથી વધુ વસ્તીને થશે

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેસ-2નો લાભ અમદાવાદ અને ગાંધીનગરની 62 લાખથી વધુ વસ્તીને સ્વચ્છ સલામત અને વ્યાજબી સાથે જ ઝડપી વાહન વ્યવહારનો લાભ મળે છે. તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા હાલ કરવામાં આવ્યું છે.

Last Updated : Jan 18, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details