ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના અનેક ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા - બિનપરવાનગી એકમોને દૂર

અમદાવાદ: શહેરમાં થોડા દિવસોથી અમદાવાદ મ્યુનિસિઅલ કોર્પોરેશન તરફથી દબાણ હટાવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ૩૦ જુલાઈના રોજ સેજપુર વિસ્તારના દબાણો દૂર કરવમાં આવ્યા હતા.

-estate-department

By

Published : Jul 31, 2019, 4:30 AM IST

દક્ષિણ એસ્ટેટ ઝોનમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંભા વિસ્તરમાં બિનપરવાનગી એકમોને દૂર કરવામાં આવ્યા હતા.નારોલ ગામમાં બિનઅધિકૃત ગેરેજ જેવા એકમને તોડી પડવામાં આવ્યુ હતું.તેમજ શાહવાડી વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલનું કામકાજ રોકવમાં આવ્યું હતું. આ ઉપરાંત મેમનગર જાદવનગરમાં રોડ લાઇનના અમલ પછી પણ દુકાનદારોએ ઓટલા બનાવી દેતા રોડ સાંકડો બની ગયો હોવાથી ઓટલા તોડવાની કામગીરીમાં રાજકીય દબાણ શરૂ થયું હતું.

અમદાવાદના અનેક ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા
તો આ સાથે જ રસ્તામાં બિનપરવાનગી જેટલા પણ ફૂટપાથ પાર હોર્ડિંગ કે લારી મુકવામાં આવી હતી તેને દૂર કરીને કુલ 550.000 ફૂટ બાંધકામને દૂર કરાયું હતું.કાચા શેડ, ટેબલ, ખુરશી અને બેનર્સ એમ કુલ મળીને 172 નંગ માલ સમાન ઉપાડવામાં આવ્યો હતો. જેના લીધે રહીશોને મુશ્કેલી પડતી હતી અને આ સમાન દૂર કરવાથી રસ્તા પણ મોટા બન્યા છે અને રહીશોની મુશ્કેલીઓનો અંત થયો છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પણ રસ્તા ખુલ્લા કરવાનું કામ ચાલુ જ રાખવમાં આવશે.

ABOUT THE AUTHOR

...view details