ગુજરાત

gujarat

ETV Bharat / state

'પોન્ઝી સ્કેમ' માસ્ટર માઈન્ડ ઝહીર રાણાને ભાગેડું જાહેર કરવાની મેટ્રો કોર્ટે કાર્યવાહી હાથ ધરી

અમદાલાદ: 'એક કા તીન કૌભાંડી' ઝહિર રાણાના મેટ્રો કોર્ટ દ્વારા ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં લાખો લોકોના કરોડો રૂપિયા ડુબાડનાર આરોપીને હાજર થવા માટે મેટ્રો કોર્ટે 30 દિવસનો સમય આપ્યો છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં મેટ્રો કોર્ટે ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કોર્ટ

By

Published : Nov 19, 2019, 7:56 PM IST

મેટ્રો કોર્ટ દ્વારા ભાગેડું જાહેર કરવાની કાર્યવાહીમાં છાપામાં જાહેરનામું પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં આરોપી ઝહીર જલાલઉદીન રાણાને 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી કોર્ટ સમક્ષ હાજર નહિ થાય તો તેને ભાગેડું જાહેર કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ઝહીર રાણા પર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નરોલામાં પ્લોટ બુક કરવા મુદ્દે છેંતરપીડીની ફરિયાદ વર્ષ 2014માં દાખલ કરવામાં આવી હતી. મેટ્રો કોર્ટ દ્વારા CROCની કલમ 70 મુજબનું વોરન્ટ પરત આવ્યું હતું, જેની રિપોર્ટમાં આરોપી ત્યાં રહેતો ન હોવાથી ધરપકડ વોરન્ટની બજવણી ન થતાં જાહેરનામું બહાર પાડીને હાજર થવાનો આદેશ કર્યો હતો.

'પોન્ઝી સ્કેમ' માસ્ટર માઈન્ડ ઝહીર રાણાને ભાગેડું જાહેર કરવાની મેટ્રો કોર્ટે કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, આરોપી ઝહીર રાણા પર MLM સ્કીમ હેઠળ એક કા તીન કરી લાખો રોકાણકારો પાસેથી 65 કરોડ રૂપિયાની છેંતરપીડીનો આક્ષેપ છે. આ ગુના હેઠળ CID ક્રાઈમ દ્વારા વર્ષ 2004માં રાણાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન પર મુક્ત થયા બાદ ફરીવાર રાણાએ હજારો લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી લીધા હતા. મુંબઈ ભાગી ગયા બાદ ત્યાં પણ આ પ્રકારના ગુનામાં રાણાના સામેલ હોવાની શંકા પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details