છેલ્લા 3 માસથી પોલીસના સહાયક TRB અને હોમગાર્ડને પગાર જ નથી મળ્યા
અમદાવાદઃ એક તરફ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે 41 થી 43 ડિગ્રીની વચ્ચે ટ્રાફિક પોલીસના સહાયક તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવતા TRB અને હોમગાર્ડસને છેલ્લા 3 માસથી પગાર મળ્યો નથી. ભારતના અન્ય રાજ્યોમાં હોમગાર્ડનો રોજનો પગાર 600થી 700 રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં હોમગાર્ડસને માત્ર 308 રુપિયા જ મળે છે.
ahd
ધોમધખતા તાપમાનમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ખડે પગે ફરજ બજાવતા TRB અને હોમગાર્ડસને છેલ્લા 3 માસથી પગાર મળ્યો નથી. તેઓ 2થી 4 મહિનાનો પગાર બાકી હોવા છતાં રાત દિવસ જોયા વગર પોતાની ફરજ નિભાવે છે. ત્યારે તેમની ઘરની જવાબદારી કઈ રીતે નિભાવવી એ પણ એક પ્રશ્ન છે. તો હવેે જોવું રહ્યું કે, ક્યારે મળશે તેેેમને પગાર?
Last Updated : May 14, 2019, 7:47 PM IST