સોલા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બંગલામાં દરોડા પાડી અંદાજે 1.70 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો. સોલા વિસ્તારમાં દારૂ ઝડપાયેલો હતો. સેટેલાઇટ વિસ્તારમાં પણ અગાઉ દારૂ ઝડપાયો હતો. સ્થાનિકોએ થોડા દિવસો પહેલા દારૂબંધી માટે રેલી યોજી હતી. જેના કારણે ગૃહપ્રધાને સ્થાનિકોની મુલાકાત લઈને ખાતરી આપવાની ફરજ પડી હતી.
DGP શિવાનંદ ઝાનો સપાટો, ફરજમાં બેદરકાર 2 પી.આઈને કર્યા સસ્પેન્ડ - gujaratinews
અમદાવાદઃ રાજ્યના D.G.P દ્વારા રાજ્યમાં તમામ જગ્યાએ દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે કડક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સોલા અને સેટેલાઇટ વિસ્તારમાં P.Iની બેદરકારી સામે આવવાના કારણે બંને PIને હાલ ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.
ફરજમાં બેદરકારી સામે આવતા પોલીસ વડાએ 2P.Iને કર્યા સસ્પેન્ડ
બંને PIની ફરજ અને બેદરકારી સામે આવતા D.G.Pએ સોલના PI પરાગ ચૌહાણ અને સેટેલાઈટના PI મિનાબા ઝાલાને સસ્પેન્ડ કર્યા છે. હજુ પણ રાજ્યભરમાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની કાર્યવાહી ચાલુ રહેશે.