ગુજરાત

gujarat

ETV Bharat / state

રથયાત્રામાં ISISના નામે આપી ધમકી, પોલીસ કંટ્રોલને મેસેજ કરનારની ધરપકડ - rath yatra

અમદાવાદ: રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા સજાગ રહેવાની હોય છે, ત્યારે ફેક કોલના બનાવો પણ વધ્યા છે. નહેરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો શખ્સ ISIS સાથે જોડાયેલો છે અને રથયાત્રામાં કંઈક કરશે તેવી સંભાવના છે. આ મેસેજના પગલે કારંજ પોલીસ તાત્કાલિક ફુલગલીમાં પહોંચી યુસુફની તપાસ કરી હતી. જો કે એવી કોઈ વ્યક્તિ મળી ન આવતા પોલીસને રાહત થઈ હતી. પરંતુ આરોપીનો નંબર ટેક્નિકલ સર્વેલન્સમાં મળતા તેના ઘરેથી તેની ધરપકડ કરાઇ હતી.

રથયાત્રામાં કંઈક કરવાની ISISના નામે આપી ધમકી

By

Published : Jun 26, 2019, 3:20 PM IST

ગઈકાલે રાતે 10.15 ની આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાં મળેલા મેસેજના પગલે કારંજ પોલીસ સહિતનો ફાફલો ફુલગલીમાં જઇ આસપાસના લોકો પાસે જઇ યુસુફ પઠાણ નામના યુવકની તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને તે નામનો કોઈ ઇસમ મળી આવ્યો ન હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે નંબરની તપાસ કરતા મોબાઈલ નંબર મહંમદ ઉવેશ સૈયદનું નામ સામે આવ્યું હતું. કારંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે યુસુફ પઠાણ નામના ઇસમની પૂછપરછ કરતા આ નામનો કોઇ વ્યક્તિ ન હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં ભય અને ગભરાહટનો માહોલ ફેલાવા માટે આરોપીએ ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું.

રથયાત્રામાં કંઈક કરવાની ISISના નામે આપી ધમકી

ABOUT THE AUTHOR

...view details