20 જુલાઈએ કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી નામના બંને કોન્સ્ટેબલ સ્યુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા હતા. જેમાં બંને જણાએ PI, ACP અને અન્ય પોલીસકર્મીઓ સામે આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન જ એક અરજદારે બંને વિરુદ્ધ 2 લાખનો તોડ કર્યાની અરજી કરી હતી. આ અંગે પોલીસે બંને કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી હતી.
નવરંગપુરામાં સ્યુસાઇડ નોટ લખી ગુમ થયેલા 2 કોન્સ્ટેબલની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ: નવરંગપુરમાં બે કોન્સ્ટેબલ ગુમ થયા બાદ બંને સામે 2 લાખ રૂપિયાના તોડના મામલે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં કૌશલ બાદ જીગર પણ હાજર થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી તેને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે, આરોપી પૂછપરછ દરમિયાન કઈ પણ બોલ્યો નથી.
ahmedabad
પોલીસે બંને કોન્સ્ટેબલે કરેલી અરજી અંગે પણ તપાસ શરૂ કરી છે. બંને કોન્સ્ટેબલ પોતે તોડ કરેલી વાતને સ્વીકારતા નથી. જ્યારે પોલીસ પાસે બંને કોન્સ્ટેબલના CCTV ફૂટેજ પણ છે. પોલીસ હવે આગળની તપાસ કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવાના આધારે હાથ ધરશે. પોલીસ જીગરને કોર્ટમાં હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.