પકડાયેલા બન્ને શખ્સો ખુબ જ ચાલાકીથી વાહન ચોરીને અંજામ આપતા હતા. ઉલ્લેખનીય છે કે રામોલ વટવા,અસલાલી,અમરાઈવાડી ઓઢવ,આંણદ,સહીતના તમામ પોલીસ સ્ટેશનોમાં આ બંને ગુનેગારો વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર થઇ ચુક્યા છે. આ બંને ઈસમો ડુપ્લીકેટ ચાવી વડે બાઈકોની ચોરી કરતા હતા.જેમાનો તોફીક્મીયા નામનો આરોપી ફેઅલ બાઈક સીઝીંગનું કામ કરતો હતો..તે જુના બાઈક જેવા કે સ્પ્લેનડર બાઈક તથા પેશન જેવા બાઈકોને જ પોતાનો ટાર્ગેટ બનાવતો હતો. તોફીક્મીયા પાસે ડુપ્લીકેટ ચાવીનું જથ્થો જોડે રાખતો હતો,જેના દ્વારા જૂની બાઈકમાં ચાવી નાખીને બાઈક ચોરી કરતો હતો.મહત્વનું છે કે બંને આરોપીઓને દબોચી લેવા માટે પોલીસ એડીચોટીનું જોર કરી નાખ્યું હતું. આ આરોપીઓને પકડવા પોલીસ લગભગ બે મહિના સુધી આરોપીઓની પાછળ રેકી કરી હતી. અને સમગ્ર રૂટના CCTVની મદદથી એક મેપ તૈયાર કર્યો હતો. જેના આધારે અને આરોપીઓને ટ્રેક ડાઉન કરવામાં પોલીસને ધારી સફળતા મળી આવી છે.
અમદાવાદમાં વટવા પોલીસે 17 ચોરાવ બાઇક સાથે 2 બાઇક ચોરોને ઝડપી લીધા - વટવા GIDC પોલીસ
અમદાવાદ:શહેરમાં વટવા GIDC પોલીસે બે વાહન ચોરોની ધરપકડ કરીને 17 જેટલા બાઈક રીકવર કરી લીધા હતા.મહત્વનું છે કે, બંને પકડાયેલા આરોપીઓમાંથી એક મુખ્ય આરોપી તોફીકમીયા ઉર્ફે મામુ મલેક રીક્ષામાં ચોરી કરવા આવતો હતો અને વાહન ચોરી કર્યા બાદ તેનો સાથીદાર સલમાનખાન નાસીરખાન પઠાણને બાઈક 5000 રૂપિયામાં વહેચી દેતો હતો.
Police
વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલા આરોપીઓમાંથી તોફીકમિયા દ્વારા વાહનોની ચોરી કરવામાં આવતી હતી. અને તેના મિત્ર જે ગેરેજનું કામકાજ કરેં છે તેવા સલમાનખાન નાસીરખાન પઠાણને બાઈક વેહચી દેવામાં આવતું હતું. અને સલમાનખાન દ્વારા બાઈક રીપેરીંગમાં આવ્યા હોય તેવા બાઈકમાં આ ચોરીનો સામન લગાડવામાં આવતો હતો.